fbpx
ગુજરાત

સુરતમાં પતિએ દીકરા અને પત્નિની હત્યા કર્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ લીધો

સુરતનાં લિંબાયત વિસ્તારમાં આવેલ રુસ્તમ પાર્ક વિસ્તારમાં પતિ-પત્નિ તેમજ બાળક દ્વારા સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યાર એક જ પરિવારનાં ત્રણ સભ્યો દ્વારા આપઘાત કરી લેતે સગા-સબંધીઓમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. ત્યારે પોલીસે આ સમગ્રા બાબતે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે. આપઘાતના કારણોને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. આ બાબતે ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે, લીંબાયત વિસ્તારમાં આવેલ રૂસ્તમ પાર્ક વિસ્તારમાં રહેતા એક જ પરિવારનાં ૩ સભ્યોએ આપઘાત કર્યો છે.

ત્યારે આ બાબતે પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ત્રણેય મૃતદેહને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી છે. સોમેશે કોઈ અગરમ્ય કારણોસર દીકરા અને પત્નિની હત્યા કર્યા બાદ તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમજ ઘરમાં તપાસ દરમ્યાન એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. તેમજ એક મોબાઈલ પણ મળી આવ્યો છે. જેમાં સોમેશે આપઘાત પહેલા વીડિયો પણ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતક દ્વારા તેઓની માતૃભાષા તેલુગુમાં વીડિયો બનાવ્યો હતો. ત્યારે આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts