આવતીકાલે કબીર ટેકરી સાવરકુંડલા ખાતે પ. પૂ. સદગુરુ શ્રી બિહારી સાહેબની ૧૮ મી પુણ્યતિથિ નિમિત્તે પૂજન, આરતી ભોજન પ્રસાદ વગેરે કાર્યક્રમો યોજાશે.
સાવરકુંડલા ખાતે આવતીકાલે તારીખ ૧૦-૩-૨૪ મહા વદ અમાસને રવિવારે અહીં કબીર ટેકરી આશ્રમ ખાતે પ. પૂ. સદગુરુ શ્રી બિહારી સાહેબની ૧૮મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે સવારે આઠ કલાકે પૂજન આરતી થશે તેમજ બપોરે બાર વાગ્યે ભોજન પ્રસાદ લેવા પધારવા સદગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ કબીર ટેકરી સાવરકુંડલાના અધ્યક્ષ મહંત શ્રી નારાયણદાસ સાહેબ (ગુરુ ૧૦૮ બિહારી સાહેબ) દ્વારા તમામ ભાવિકોને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે
Recent Comments