fbpx
અમરેલી

ઈશ્વરીયા નૃતન શ્રીસ્વામિનારાયણ મંદિર ખાતમુહુર્ત પ્રસંગે વડતાલ પૂજ્ય ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃન્દ્રપ્રસાદજીમહારાજ શ્રીની ઉપસ્થિતિ

અમરેલી ઈશ્વરીયા નૃતન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાત મુહુર્ત પ્રસંગે વડતાલથી ખાસ પરમ પૂજ્ય ૧૦૮ ભાવિ આચાર્ય શ્રીનૃન્દ્રપ્રસાદજીમહારાજશ્રી ઉપસ્થિત રહી ખાત મુહુર્ત વિધિ કર્યો હતો. સાથે ઈશ્વરીયા ગામનાં ભારત સરકાર નાં મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા  ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય ઉપ દંડક  કૌશિકભાઈ વેકરીયા, દિલીપભાઈ સંઘાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મંદિરના માર્ગદર્શન શાસ્ત્રી.સ્વામીશ્રી ઘનશ્યામવલ્લભદાસજી શ્રી એસ.પી.સ્વામી સ્વામીશ્રી ચંદ્રપ્રકાશદાસજી સહિત સંતો,પાર્ષદો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઈશ્વરીયા ગામ અને આજુબાજુના ગામના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.તેમજ અમરેલી વિસ્તારનાં  રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts