fbpx
ગુજરાત

અમદાવાદના વેજલપુરમાં મજાક મજાકમાં રિવોલ્વર માંથી ગોળી છૂટતાં એકનું મોત

રાજ્યમાં છાશવારે વાહન ચલાવતી સમયે કરાતા સ્ટંટના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ક્યારેક સ્ટંટ કરનારને નુકસાન થાય છે તો ક્યારેક તેનાથી અન્ય લોકોને નુકસાન થતું જાેવા મળે છે. આજે અમદાવાદના વેજલપુર વિસ્તારની વાત થઈ રહી છે. અહીં સ્ટંટ કરવાના કારણે એક યુવકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના વેજલપુરના રુપેશ પાર્કમાં બની હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીં ફાયરિંગમાં એક ૩૬ વર્ષના યુવકનું મોત થયું છે.

મૃતકનું નામ દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલો રાજપૂત હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ગઈકાલે મોડી રાતે બની હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે મોડી રાતે મૃતકે નશાની હાલતમાં ફાયરિંગ કર્યું હતું. બે જણા હથિયાર સાથે મજાક કરી રહ્યા હતા. તેમને એમ હતું કે રિવોલ્વર ખાલી છે. પરંતુ રિવોલ્વરમાં ૩ રાઉન્ડ ખાલી હતા અને ૩ ભરેલા હતા. જ્યારે ઘટના બની ત્યારે ડ્રાઈવર અને તેની સાથે એક મહિલા મિત્ર પણ હાજર હતી. આ રિવોલ્વર લાયસન્સ વાળી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલમાં વેજલપુર પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts