અમરેલી જિલ્લામાં વિવિધ વિકાસકામો પ્રગતિ તળે છે. ગુજરાત રાજય સરકારની વણથંભી વિકાસયાત્રા સતત અને અવિરત શરુ છે. વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે અમરેલીના નાના માચીયાળા, સુરગપરા અને મોટા માચીયાળા મુકામે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુર્હૂત કરવામાં આવ્યુ હતુ.
વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ કે, ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિકાસકામોને ઝડપથી મંજૂર કરવામાં આવી રહ્યા છે અને જિલ્લાના નાગરિકોની સુવિધા – સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નાના માચીયાળા મુકામે અંદાજે રુ.૪૧ લાખના ખર્ચે સીસી રોડ, બ્લોક રોડ, પીવીસી ગટર લાઇન, આંગણવાડી રિનોવેશન અને પીવાના પાણીની પાઈપલાઈન નાંખવાના વિકાસ કામો હાથ ધરવામાં આવશે. આ તમામ કામો માટે ૧૫મું નાણાપંચ, સાંસદ સભ્ય શ્રી અને ધારાસભ્યશ્રીને આપવામાં આવતા અનુદાન, એ.ટી.વી.ટી અનુદાનમાંથી ખર્ચ કરવામાં આવશે.
સુરગપરા મુકામે અંદાજે રુ.૧૭ લાખના ખર્ચે ગ્રામ પંચાયત ભવનના નિમાર્ણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્ય દંડકશ્રી વેકરિયાની ઉપસ્થિતિમાં મોટા માચીયાળા મુકામે પણ અંદાજે રુ.૫ કરોડના ખર્ચે મેજર બ્રિજના કાર્યનું ખાતમુર્હૂત કરવામાં આવ્યુ હતુ.
અમરેલીના નાના માચીયાળા, સુરગપરા, મોટા માચીયાળા મુકામે વિવિધ વિકાસકાર્યોના ખાતમુર્હૂત પ્રસંગે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, પદાધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ, તલાટી-કમ-મંત્રીશ્રીઓ અને ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments