ફિલ્મ મેકર લવ રંજને અજય દેવગન સાથે ‘દે દે પ્યાર દે’નો બીજાે પાર્ટ બનાવવાનું એલાન કર્યું
અજય દેવગનની હોરર થ્રિલર ફિલ્મ ‘શૈતાન’ હિટ થવાના માર્ગ પર છે. અજય દેવગનની ‘શૈતાન’ની આગેકૂચ વચ્ચે અજય દેવગનની આગામી ફિલ્મ એનાઉન્સ થઈ છે. ફિલ્મ મેકર લવ રંજને અજય દેવગન સાથે ‘દે દે પ્યાર દે’નો બીજાે પાર્ટ બનાવવાનું એલાન કર્યું છે. આ સાથે તેમણે ૧ મે, ૨૦૨૫ના રોજ ફિલ્મને રિલીઝ કરવાનો ર્નિણય પણ લીધો છે. ૨૦૧૯ના વર્ષમાં અજય દેવગનની રોમેન્ટિક કોમેડી ‘દે દે પ્યાર દે’ રિલીઝ થઈ હતી.
તબુ અને રકુલ પ્રીત સાથેની આ ફિલ્મ લવ રંજને ડાયરેક્ટ કરી હતી અને સીક્વલમાં તેઓ કો-પ્રોડ્યુસર છે. ટી સિરિઝના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર આ અંગે જાહેરાત કરતાં જણાવાયું હતું કે, દે દે પ્યાર દે ૨ પહેલી મે ૨૦૨૫ના રોજ રિલીઝ થશે. ફિલ્મને અંશુલ શર્મા ડાયરેક્ટ કરશે. પ્રોડ્યુસર તરીકે ભુષણ કુમાર, કિશન કુમાર અને લવ રંજને જવાબદારી સંભાળી છે. આ સાથે ફિલ્મના રાઈટર પણ લવ રંજન છે.
સીક્વલમાં લવ રંજન કો-રાઈટર અને કો-પ્રોડ્યુસર તરીકે જાેવા મળશે. ફિલ્મમાં તબુ અને રકુલને યથાવત રાખવામાં આવશે કે નહીં તે અંગે ખુલાસો થયો નથી. ‘દે દે પ્યાર દે’માં અજય દેવગને ૫૦ વર્ષીય એનઆરઆઈ ઈન્વેસ્ટરનો રોલ કર્યો હતો. જે ૨૭ વર્ષની યુવતી સાથે લીવ ઈનમાં છે. દરમિયાન પૂર્વ પત્ની તબુ અને બાળકો માટેની લાગણી ફરી જીવંત થાય છે અને બે સંબંધો વચ્ચે તે અટવાયા કરે છે. આ ફિલ્મે બોક્સઓફિસ પર રૂ.૧૪૩ કરોડનો બિઝનેસ કર્યો હતો.
‘દે દે પ્યાર દે ૨’ ઉપરાંત અજય દેવગન અન્ય બે સીક્વલમાં પણ કામ કરી રહ્યા છે. રોહિત શેટ્ટીની સિંઘમ અગેઈનની સ્ટાર કાસ્ટ અને તગડા બજેટની ચારે તરફ ચર્ચા છે. ટી-સિરીઝના પ્રોડક્શનમાં રેઈડ ૨ પણ બની રહી છે. અજય દેવગનની ‘શૈતાન’ને ડોમેસ્ટિક બોક્સઓફિસ પર રૂ.૭૦ કરોડનું કલેક્શન મળી ચૂક્યું છે અને તેને હિટ ફિલ્મ માનવામાં આવે છે. આગામી સમયમાં અજયની ફિલ્મો ‘મૈદાન’ અને ‘ઔરો મેં કહાં દમ થા’ પણ આવી રહી છે.
Recent Comments