શ્રીમાળી જ્ઞાતિ મંડળ દ્વારા સાવરકુંડલા દ્વારા નિઃશુલ્ક આયુર્વેદ નિદાન કેમ્પ કરવામાં આવ્યો.

શ્રીમાળી જ્ઞાતિ મંડળ દ્વારા સાવરકુંડલા દ્વારા શ્રી મહાલક્ષ્મી મંદિર, ગાંધીચોક, સાવરકુંડલા ખાતે એક નિઃશુલ્ક આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં રાજકોટના નિષ્ણાંત આયુર્વેદિક ડો. સંદીપ કવા અને તેમની ટીમ દ્વારા નિદાન તથા સારવાર કરવામાં આવેલ. આ કેમ્પમાં ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ગેસ, એસીડીટી, કબજીયાત, નિઃસંતાનપણું, શુક્રાણુઓની કમી, બીપી, ડાયાબીટીસ, માનસિક તણાવ, અનિંદ્રા જેવા અનેક પ્રકારના રોગો ના નિઃશુલ્ક નિદાન કરવામાં આવેલ. આ કેમ્પમાં ૧૫૫ લાભાર્થીઓએ લાભ લીધેલ. તમામ લાભાર્થીઓને નિદાન કરી અને દવા નિઃશુલ્ક આપવામાં આવેલ. આ કેમ્પ ને સફળ બનાવવા માટે શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી શાસ્ત્રી દીપકભાઈ પ્રતાપ ત્રિવેદી, રાજુભાઈ ગૌતમ લાલ ત્રિવેદી,જગદીશભાઈ ઓઝા અને જ્ઞાતિના તમામ ભાઈઓ બહેનોએ ઉમદા સાથ-સહકાર આપેલ.
Recent Comments