લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર હોય ભારતના ચૂંટણીપંચ તરફથી આદર્શ આચારસંહિતા જાહેર કરવામાં આવી છે. આદર્શ આચારસંહિતાનું કડકપણે પાલન કરવાનું હોય અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો તથા તેમના કાર્યકરો ચૂંટણી કામ માટે સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ અને વિશ્રામગૃહોનો ઉપયોગ કરી શકશે નહિ. આ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આથી સમગ્ર જિલ્લામાં સમાવિષ્ટ સરકારી, અર્ધસરકારી, સહકારી તમામ આરામગૃહો, ડાક બંગલાઓ, વિશ્રામગૃહો તથા જાહેરસ્થળો હોય તેવા તમામ ગૃહો કે સ્થળોનો રાજકીય પક્ષોના હોદ્દેદારો-કાર્યકરો ચૂંટણી લડતા ઉમેદવારો કે તેમના એજન્ટોએ રાજકીય હેતુસર અથવા ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવો પ્રતિબંધિત છે. ઉપરાંત ચૂંટણી પ્રચારમાં આવ્યા હોય તે મહાનુભાવો સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ અને વિશ્રામગૃહો વગેરેમાં રહેવા માટે રુમ ફાળવવામાં આવી હોય તે મહાનુભાવોને લઇ આવતા કે લઈ જતા વાહનને જ સરકારી વિશ્રામગૃહ, અતિથી ગૃહ વગેરેના કમ્પાઉન્ડમાં રાખવાની પરવાનગી આપી શકાશે. જો તેઓ એક કરતા વધુ વાહનોનો ઉપયોગ કરતા હોય તો તેઓ બે થી વધુ વાહનોને કમ્પાઉન્ડમાં રાખી શકાશે નહીં. કોઈ એક જ વ્યક્તિને ૪૮ કલાકથી વધુ સમય માટે રુમ ફાળવી શકાશે નહીં તેમ જ ચૂંટણી પ્રચાર માટે આવતા કોઈપણ મહાનુભાવોને મતદાન પુરુ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામ ગૃહ, અતિથી ગૃહ વગેરેમાં રહેવા માટે રુમ ફાળવી શકાશે નહી. જે પદાધિકારીશ્રીઓને ઝેડ કક્ષાની કે જે તે રાજ્યના કાયદાની જોગવાઈ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા આપવામાં આવી હોય તે રાજ્ય સરકાર હસ્તકના સરકારી વિશ્રામગૃહ, અતિથી ગૃહ, કેન્દ્ર સરકાર અગર રાજ્ય સરકારના જાહેર સાહસોના વિશ્રામગૃહ, અતિથિગૃહમાં રહેવા માટે રુમ ફાળવી શકાશે પરંતુ ચૂંટણી કામગીરી સંભાળતા અધિકારી અગર નિરિક્ષકોને અગાઉથી આ રુમ ફાળવવામાં આવ્યા ન હોય તે શરતે જ આ પ્રકારે રહેવા માટે રુમ ફાળવી શકાશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક પગલા લેવામાં આવશે ઉપરાંત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ અન્વયે સજાપાત્ર છે.
રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો તથા તેમના કાર્યકરો ચૂંટણી કામ માટે સરકારી આરામગૃહો,ડાક બંગલાઓ અને વિશ્રામગૃહોનો ઉપયોગ કરી શકશે નહિ



















Recent Comments