રઘુવંશી સેવિંગ કો. ઓપરેટીવ સો. લી. સાવરકુંડલા હાલ રઘુવંશી સમાજમાં ચર્ચાનું કેન્દ્ર.
રઘુવંશી સેવિંગ કો.ઓપ.સો.લી સાવરકુંડલા દ્વારા જૂના સભાસદોને અમુક શરતોને આધિન દુર કરવાનો મનસ્વી નિર્ણય લીધેલ હોય અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સરકારશ્રીની મહિલાઓ સહિત અન્ય વ્યક્તિઓને બોર્ડમાં સમાવવાની જોગવાઇ હોવા છતાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમા એક પણ મહિલાને સ્થાન આપેલ ન હોય જે અન્વયે સંસ્થાના સભાસદોમા રોષની લાગણી ફેલાઇ એ પણ સ્વાભાવિક છે. સંસ્થાના સભાસદ અને અરજદાર કિશોરકુમાર શાંતિલાલ નથવાણી સહિત અન્ય ૫ મહિલા સભાસદોએ જીલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ અમરેલીને પત્ર દ્વારા ધારદાર રજૂઆત કરેલ જે અન્વયે જીલ્લા રજીસ્ટ્રાર,અમરેલી દ્વારા રઘુવંશી સેવિંગ કો.ઓપ.સો.લી સાવરકુંડલાના વહિવટ કર્તાઓને તા.૨૦.૩.૨૦૨૪ના રોજ સંસ્થાના પેટા નિયમોની નકલો, હાલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની યાદી સહિતના આધાર પુરાવા સાથે રૂબરૂ હાજર થવાનું ફરમાન કરવામાં આવેલ છે. સામે પક્ષે અરજદારો પણ મહીલા સભ્યોને મળતા અધિકારો મેળવવા છેક સુધી ન્યાયિક લડત આપવા મક્કમ છે ત્યારે જીલ્લા રજીસ્ટ્રાર શ્રી, અમરેલી શું નિર્ણય કરે છે? તેની ઉપર રઘુવંશી સમાજ મીટ માંડીને બેઠો છે. અને મહીલા સભ્યોના અધીકાર માટે લડત આપવી પડતી હોય રઘુવંશી સમાજમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
Recent Comments