fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘મહાદેવ કા ગોરખપુર’ અમેરિકા અને દેશના ૧૫૦ થી વધુ સિનેમાઘરોમાં રિલીઝ થશે

અભિનેતા અને સાંસદ રવિ કિશન લોકસભા ચૂંટણી પહેલા ઈતિહાસ રચવા માટે તૈયાર છે. તેની આગામી ફિલ્મ ‘મહાદેવ કા ગોરખપુર’ પહેલી ભોજપુરી ફિલ્મ હશે જે દેશના ૧૫૦ થી વધુ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. મેકર્સ આ ફિલ્મને અમેરિકાના ૧૨ થિયેટરોમાં રિલીઝ કરશે. આ સમગ્ર ભારતની ભોજપુરી ફિલ્મ ૨૯ માર્ચે થિયેટરોમાં ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. તે ઉત્તર પ્રદેશમાં ૫૨, બિહારમાં ૭૨ અને બંગાળ અને આસામમાં ૨૩ થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ સિનેપ્લેક્સ અને ૈંર્દ્ગંઠ પર પણ રિલીઝ થવાની છે. આટલા મોટા પાયે ફિલ્મની રિલીઝથી રવિ કિશન ખૂબ જ ખુશ છે. તેણે કહ્યું છે કે ભોજપુરી ઈન્ડસ્ટ્રી માટે આ ગર્વની વાત છે. આ ફિલ્મનું ટીઝર લગભગ બે મહિના પહેલા રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં રવિ કિશનને મહાદેવના અંશ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ટીઝરમાં રવિ કિશન ખૂબ જ એક્શન કરતો જાેવા મળ્યો હતો. ફિલ્મમાં રવિ કિશન ઉપરાંત પ્રમોદ પાઠક અને ઈન્દુ થમ્પી જેવા કલાકારો પણ જાેવા મળશે.

ફિલ્મ ‘મહાદેવ કા ગોરખપુર’નું નિર્દેશન રાજેશ મોહને કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ એક હાઈ બજેટ પિક્ચર છે, જેને મોટા પાયે બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું શૂટિંગ ગોરખપુર અને તેની આસપાસના વિસ્તારોમાં જ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ભોજપુરીની સાથે હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે. તેને પ્રિતેશ શાહ અને સલિલ શંકરન દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. ‘મહાદેવ કા ગોરખપુર’નું નિર્માણ વાયા ફિલ્મ્સ દ્વારા રવિ કિશન પ્રોડક્શન સાથે મળીને કરવામાં આવ્યું છે. તેની વાર્તા સાઈ નારાયણ દ્વારા લખવામાં આવી છે. સંગીત અગમ અગ્રવાલ અને રંજીન રાજે આપ્યું છે.

Follow Me:

Related Posts