fbpx
અમરેલી

LPG ટેન્ક વેગન માંથી ગેસ લીક થતા દોડધામ.અમરેલીના મોટા લીલીયા પાસે મોટી દુર્ઘટના ટળી,લીકેજ બંધ કરી ટ્રેન પરત પીપાવાવ પોર્ટ લઈ જવામાં આવી

અમરેલીના મોટા લીલીયા પાસે એલપીજી ભરેલા ટેન્ક વેગન માંથી ગેસ લીક થયા બાદ મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. 20 ટેન્ક વેગન સાથેની ટ્રેન ના એક ટેન્ક વેગન માંથી ગેસ લિક થતો હોવાની જાણ થતા ટ્રેન તાત્કાલિક રોકી દેવામાં આવી હતી અને આસપાસનો વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. ઘટના અંગે પીપાવાવ પોર્ટની ટેક્નિકલ ટીમને જાણ કરતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને લીકેજ બંધ કરતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ટેક્નિકલ ટીમ દ્વારા ટ્રેન ને પરત પીપાવાવ પોર્ટ લઈ જવાનો નિર્ણય કર્યો હતો.ગેસ લીકેજ થતા આસપાસનો વિસ્તાર કોર્ડન કરાયો હતો. ગેસ લિકેજના ઘટના અંગેની જાણ થતાં કલેકટર દ્વારા આસપાસનો વિસ્તાર કોર્ડન કરવા આદેશ આપવામાં આવ્યો હતો.

અમરેલી ફાયરબ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચાલુ રાખ્યો હતો. ગેસ લીકેજ બંધ કરી ટ્રેન ને પરત પીપાવાવ લઈ જવામાં આવી મોટા લીલીયા પાસે એલપીજી ટેન્ક વેગન માંથી ગેસ લીક થતા પિપાવાવ પોર્ટથી ટેક્નિકલ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ટીમના સભ્યો દ્વારા લીકેજ બંધ કરી દેવામાં આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ મામલે વધુ તપાસ કરવા માટે ટીમ દ્વારા ટ્રેન ને પરત પીપાવાવ પોર્ટ લઈ જવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ટ્રેન સાથે 20 ટેન્ક વેગન જોડાયેલા હતા અમરેલીના મોટા લીલીયા પાસે મોટી દુર્ઘટના સર્જાતા અટકી જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જે ટેન્ક વેગન માં એલપીજી લીક થયો હતો તેની આગળ પાછળ 20 ટેન્ક વેગન જોડાયેલા હતા. જેમાં હજારો કિલો ગેસ ભરેલો હોવાનું જાણવા મળ્યું છે. ગેસ લીકેજ બંધ કરી દેવાતા રેલવે ટ્રેક પર નો અન્ય ટ્રેન વ્યવહાર પણ પૂર્વવત થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

Follow Me:

Related Posts