fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના થોરડીના ધર્મપ્રેમી યોગીભાઈ બરવાળીયા થોરડી થી અયોધ્યા સાયકલ દ્વારા યાત્રા પ્રવાસે નીકળી પડ્યા. 

સાવરકુંડલા તાલુકાના થોરડી ગામનાં ધર્મપ્રેમી યોગીભાઈ બરવાળિયા  (પટેલ) તારીખ ૨૧/૩/૨૦૨૪ સવારનાં ૭ વાગે થોરડી થી અયોધ્યા (૧૬૦૦) કિલોમીટરની યાત્રાનો સાયકલ દ્વારા યાત્રા પ્રવાસનો પ્રારંભ કર્યો .આ સમગ્ર યાત્રા પ્રવાસ પોતે એકલા અને એ પણ સાયકલ દ્વારા પૂર્ણ કરી ધર્મપ્રેમ અને પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ ગુંજતો કરશે. તેમની આ યાત્રા શુભ રહે તેવી પ્રાર્થના સાથે લોકો તેમના યાત્રા પ્રવાસ દરમિયાન શુભેચ્છા મુલાકાતે આવ્યા. અહીં સાવરકુંડલા ખાતે પણ યોગીભાઈનો આ યાત્રા પ્રવાસ હેમખેમ સુખરૂપ પૂર્ણ થાય તેવી નગરજનો શુભેચ્છા પાઠવવામાં ઉમટી પડ્યા.તેના યાત્રા પ્રવાસ દરમિયાન ધર્મપ્રેમી લોકો યોગીભાઈ સાથે સેલ્ફી લેતાં પણ જોવા મળ્યા. આ અયોધ્યા સુધીનો યોગીભાઈનો સાયકલ યાત્રા પ્રવાસનો સંદેશ સમગ્ર સમાજ માટે પ્રેરણા બની રહે તેવી પ્રાર્થના.

Follow Me:

Related Posts