fbpx
અમરેલી

ખાંભાના ભગવતી પરા વિસ્તારમાં નવી વસાહત પ્રાથમિક શાળા ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ તેમાં ૩૦૦ વિદ્યાર્થીઓને ચકલી ઘર પાણીના કુંડા અને ચોકલેટ વિતરણ કરાયું.

દર વર્ષે ૨૦ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી અવસરે ઇકો સિસ્ટમ અને પર્યાવરણનું મહત્વનો હિસ્સો ગણાતી ચકલી વિશ્વના તમામ દેશોમાં જોવા મળે છે સમૂહમાં જોવા મળતું આ પક્ષી વાવાઝોડા તેમજ સિમેન્ટના મકાનોમાં માળા બનાવી શકતા ન હોવાના કારણે લુપ્ત થવાના આરે હોવાથી ૨૦ માર્ચનાં રોજ વર્ષ ૨૦૧૦માં વિશ્વ ચકલી દિવસની ઉજવણીનો શુભારંભ કરવામાં આવેલ આ વર્ષે ખાંભા નવી વસાહત પ્રાથમિક શાળામાં ૨૦ માર્ચ ૨૦૨૪ના રોજ વન વિભાગ અને લાયન નેચર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ચકલી દિનની ઉજવણી અવસરે લાકડાના તેમજ પૂઠાના ચકલી ઘર, પાણી માટેના માટીના કુંડા, ચણનું સ્ટેન્ડ, ચોકલેટ ,૩૦૦ બાળકોને તેમજ શાળાના સ્ટાફને તેમજ સ્થાનિક રહીશોને વિતરણ કરવામાં આવેલ છે

આ તકે બાબાભાઈ ખુમાણ, ભીખુભાઈ બાટાવાળા, બીઆરસી મેહુલ કાચા, ફોરેસ્ટર શીવરાજભાઈ વરુએ પ્રાસાંગિક ઉદબોધન કરેલ આ તકે બીઆરસી  મેહુલ કાચા આચાર્ય અનિલ વ્યાસ, વિશ્વસિંહ દિવસનાં કો, ઓડીનેટર સંજય બારૈયા, પત્રકાર મિત્રો ભાવિક કલસરિયા, સુરેશ મકવાણા, વન વિભાગનો સ્ટાફ શિક્ષક મો સ્ટાફ ભાઈઓ, બહેનો સ હીત વાલી ગણઉપસ્થિત રહેલ શાળાના સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આ આવેલ  કાર્યક્રમનું સંચાલન જગદીશભાઈ રૂપારેલ દ્વારા કરવામાં આવ્યું હતું. એમ ભીખુભાઇ બાટાવાળા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts