ભરાડ સ્કૂલ – અમરેલી દ્વારા વાર્ષિક કાર્યક્રમ–ZENITH ZEST નું ભવ્ય આયોજન
દર વર્ષની જેમ,વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષનો વાર્ષિક કાર્યક્રમ-ZENITH ZEST (ટોચ પર પહોંચવાની ઉતેજના / ઉત્કંઠા)નું આયોજન કરેલ છે.દર વર્ષે નવી-નવી થીમ પર આધારિત યોજાતા આ કાર્યક્રમમાં આ વર્ષે ZENITH ZEST થીમ પર ગુજરાતના જાણીતા શિક્ષણવિદ અને નવી શિક્ષણનિતીના શિલ્પી એવા માનનિય ગિજુભાઈ ભરાડ સાહેબનું વ્યકતવ્ય એ ખાસ આકર્ષણ છે.આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકને લઈ લાઈનમાં જવાથી ફાયદો અને તેના માટેની તૈયારી અને રસ્તાઓ વિશે નવી શિક્ષણનિતીના શિલ્પી એવા ભરાડ સાહેબ વાલીઓને માર્ગદર્શન આપશે, જે વાલીઓ માટે ખાસ ઉપયોગી બની રહેશે તેવી આશા છે.
આ ઉપરાંત બાળકોએ જાતે કોરીઓગ્રાફી કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા અને પ્રોત્સાહીત કરવા શાળા પરિવારના તમામ વાલીઓને આમંત્રીત કરેલ છે.આ ઉપરાંત કાર્યક્રમનું ખાસ આકર્ષણ એવા જુનિયર દેવાનંદ અને જુનિયર નરેશ કનોડીયાની રહેશે.તેમજ વિશેષ ઉપસ્થિત રહી સંતો-મહંતો, રાજકીય મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ પણ પ્રોત્સાહીત કરશે.
આ કાર્યક્રમમાં આપ સપરિવાર બાળકના પ્રયત્નો અને સંસ્થાના પ્રયાસોને બિરદાવવા આપ હાજર રહેવા સંસ્થાના કેમ્પસ ડાયરેકટર શ્રી પંકજભાઈ મહેતા અને શ્રીમતી અલ્પાબેન મહેતા ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે.
Ü વાર્ષિક કાર્યક્રમની તારીખ: ૨૨.૦૩.૨૦૨૪ (શુક્રવાર) સાંજે ૬.૦૦ કલાકે
Ü વાર્ષિક કાર્યક્રમનું સ્થળ : ભરાડ સ્કૂલ, સ્વા.ગુરૂકૂળ, ધરમનગર, લાઠી રોડ-અમરેલી
Recent Comments