સાવરકુંડલા ખાતે સમસ્ત મેઘવાળ વણકર સમાજ દ્વારા નિર્માણ પામી રહેલી જ્ઞાતિવાડી માટે રૂપિયા ૧૧૧૦૦૦નું દાન અર્પણ કરવાની જાહેરાત કરતાં સાવરકુંડલાના પ્રતિષ્ઠિત બિલ્ડર્સ બાવચંદભાઈ વઘાસિયા અને કરસનભાઈ ડોબરીયા.
અહીં સાવરકુંડલા ખાતે સમસ્ત મેઘવાળ વણકર સમાજ દ્વારા જ્ઞાતિવાડીનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે સાવરકુંડલાના લબ્ધપ્રતિષ્ઠિત બિલ્ડર્સ બાવચંદભાઈ વઘાસિયા અને કરસનભાઈ ડોબરીયા કે જેણે સાવરકુંડલા ખાતે આ સમાજ માટે સ્પેશ્યલ સોસાયટીઓ બુદ્ધવિહાર અને અશોક વાટિકા જેવી અદ્યતન સોસાયટીનું નિર્માણ કર્યું છે તેવા આ બંને બિલ્ડર દ્વારા ગતરોજ સાંજે ૬-૫૦ કલાકે અહીં સાવરકુંડલા ખાતે સમસ્ત મેઘવાળ વણકર સમાજ દ્વારા નિર્માણ પામી રહેલી જ્ઞાતિવાડી માટે રૂપિયા ૧૧૧૦૦૦ જેવી માતબર રકમ દાન પેટે અર્પણ કરવાની જાહેરાત કરતાં સમસ્ત મેઘવાળ વણકર સમાજમાં ખુશીની લહેર છવાઈ. આ સમાજ દ્વારા આ બંને દાતાશ્રીઓનો આભાર પણ માનવામાં આવ્યો હતો.
Recent Comments