સાવરકુંડલા નગરપાલિકા સંચાલિત સાવર સ્મશાનને બે ટ્રેકટર લાકડાનું દાન પ્રાપ્ત થયું

સાવરકુંડલા નગરપાલિકા સાવર સ્મશાનને બે ટ્રેકટર જેટલા લાકડાનું દાન મળેલ છે. સાવરકુંડલાના રહીશ રાજુભાઈ ગોકળભાઈ ભેસાણીયા તેમજ કાળુભાઇ રવજીભાઈ લીંબાણીની પોતાની વાડીમાંથી કુલ બે ટ્રેકટર જેટલા લાકડા દાનમાં આપવાની ટેલીફોનિક જાણ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણીને કરતા વોર્ડ નંબર ત્રણના સદસ્ય કમલેશભાઈ રાનેરા, પિયુષભાઈ મશરૂ, મનસુખભાઈ લાડવાએ સાથે રહી આ લાકડાને સાવર સ્મશાનમાં પૂરાં પાડેલ છે. આ તકે નગરપાલિકાના કર્મચારી જેસીબી કિરીટભાઈ ડ્રાઇવર, ટ્રેક્ટરના ડ્રાઇવરે પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી લાકડાને સ્મશાન સુધી પહોચાડેલ એ બાબતને લક્ષમાં લઈને નગરપાલિકા વતી વોર્ડ નંબર ત્રણના સદસ્ય કમલેશભાઈ રાનેરાએ તેઓનો પણ જાહેર આભાર માન્યો હતો. હજુ હમણાં થોડા દિવસ પહેલાં જ સ્મશાનમાં પડેલા લાકડા સળગવાના સમાચાર અખબારોમાં પ્રસિધ્ધ થાય હતાં. આમ પણ સ્મશાનની અંદર લાકડા અને પાણીએ પ્રાથમિક જરૂરિયાત હોય પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે માટે સતર્કતા આવશ્યક છે. ઘણા સમય પહેલા જ્યારે જયસુખભાઇ નાકરાણીની હયાતી હતી ત્યારે સ્મશાનની પ્રાથમિક જરૂરિયાત અંગે તેમની સેવા નોંધનીય હતી…
Recent Comments