fbpx
અમરેલી

રાષ્ટ્રવિરોધી ગતિવિધીમા નામ ધરાવતી જવાહરલાલ નહેરૂ યુનિવર્સીટીમા દિલીપ સઘાણી એ ભારત માતાનો જયધોષ કર્યોયુવાનોમા સહકારી પ્રવૃતિ–રાષ્ટ્રભાવના અનિવાર્ય દિલ્હી ખાતે સહકારી કાર્યક્રમને દિલીપ સઘાણીનુ સબોધન

સહકારી પ્રવૃતિ માત્ર રાજયસ્તરે જ નહિ શિક્ષણમા પણ જરૂરી આર.બી.આઈ.ના બોર્ડ સદસ્ય સતીશ મરાઠે, યુનિ.ફેકલ્ટી સદસ્ય ડલ.સુધિર સુથાર, એડમીનીસ્ટ્રેશન ડો.એસ.એન.ત્રિપાઠી, નેશનલ સુગર ફેકટરી લી.ના પ્રકાશનાયક નાવરે અને એન.સી.ડીએકસ.ના અરૂણ રાસ્તે સહિતના ગણમાન્ય લોકોની ઉપસ્થિતીઈન્ફ્રાસ્ટ્રકચર, ફુડ પ્રોસેસીંગ, હવાઈ મુસાફરી ટીકીટ બુકીગ વિગેરે ક્ષેત્રે સહકારમા સામેલ યુવાનો બને.

સહકારી પ્રવૃતિ માત્ર રાજય કે પ્રાત-પ્રદેશ પુરતી સીમીત નથી આ ક્ષેત્રનો શિક્ષણમા પણ ઉપયોગ થવો જરૂરી છે અને યુવાનો માત્ર શિક્ષણ સાથે સહકારી પ્રવીતઓને પણ આશાનાકિરણ તરીકે નિહાળે તેમ દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરૂ યુનિવર્સીટી ( JNU ) ખાતે આયોજીત સહકારી કાર્યક્રમને સબોધતા એન.સી.યુ.આઈ.ના ચેરમેન દિલીપ સઘાણીએ જણાવવા સાથે કેન્દ્રીય ગૃહ-સહકાર મત્રી અમીતભાઈ શાહ ના સહકાર વિઝનની વર્તમાન અને પ્રવર્તમાન સહકારી ક્ષેત્રેની વિકાસ અસરોમા યુવાનોની સામેલગીરી શેક્ષણીક સાથે સહકારી વિકાસમા કેટલી લાભકારક બની રહેશે તે વિશે છણાવટ કરી હતી. રાષ્ટ્રવિરોધી પ્રવૃતિમા જેમનુ નામ વારવાર ઉલ્લેખાય છે તેવી દિલ્હી સ્થિત જે.એન.યુ. યુનિવર્સીટી ખાતેના કાર્યક્રમમા સબોધન વેળા દિલીપ સઘાણી એ ભારત માતાના જયઘોષથી રાષ્ટ્ર પ્રેમની ઝલક જોવા મળી હતી. અમીતભાઈ શાહ અને દિલીપ સઘાણી દ્રારા શિક્ષણ સાથે સહકારી પ્રવૃતિ અપનાવવાથી યુવા વિકાસ નોંધનીય બની રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. કાર્યક્રમમા RBI બોર્ડ સદસ્ય સતીશ મરાઠે, યુનિ.ફેકલ્ટી સદસ્ય ડો.સુધિર સુથાર, એડમીનીસ્ટ્રેશન ડૉ.એસ.એન.ત્રિપાઠી, નેશનલ સુગર ફેક્ટરી લી.ના પ્રકાશનાયક નાવરે અને એન.સી.ડીએકસ.ના અરૂણ રાસ્તે સહિત વિશાળ સખ્યામા વિદ્યાર્થીઓ, અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા તેમ યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts