માફિયા મુખ્તાર અન્સારીનું ગુરુવારે બાંદા મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત
માફિયા મુખ્તાર અન્સારીનું ગુરુવારે મોડી રાત્રે બાંદા મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મુખ્તારના મોત પર તેમના વકીલ રણધીર સિંહે મોટો દાવો કર્યો છે, તેમણે કહ્યું છે કે મુખ્તાર અન્સારીનું મોત જેલમાં સ્લો પોઈઝન આપવાના કારણે થયું છે. મુખ્તાર અંસારીના મોત પર તેમના વકીલ રણધીર સિંહે સનસનીખેજ દાવો કર્યો છે. રણધીર સિંહનો દાવો છે કે મુખ્તાર અંસારીને સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું હતું. આ સ્લો પોઈઝન તેમને દૂધમાં આપવામાં આવતું હતું. વકીલનો દાવો છે કે મુખ્તાર અંસારીએ પોતે આ વાત તેમને કહી હતી. માફિયા મુખ્તાર અન્સારીનું ગુરુવારે મોડી રાત્રે બાંદા મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
તેને ઉલ્ટીની ફરિયાદ સાથે અને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પહેલા મુખ્તાર અંસારીને ૈંઝ્રેંમાં રાખવામાં આવ્યા હતા અને બાદમાં કાર્ડિયાક કેર યુનિટમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. મુખ્તારના મૃત્યુના સમાચાર પછી, વકીલ રણધીર સિંહે મુખ્તાર પર ઝેર આપવાનો આરોપ લગાવ્યો. મુખ્તાર અંસારીના વકીલ રણધીર સિંહે દાવો કર્યો હતો કે મુખ્તારને સતત સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું હતું. વકીલના કહેવા પ્રમાણે, છેલ્લી વખત પણ જ્યારે તબિયત બગડવાના કારણે તેમને મેડિકલ કોલેજ લાવવામાં આવ્યા હતા ત્યારે હું તેમને મળ્યો હતો. વકીલના કહેવા પ્રમાણે, મુખ્તાર અંસારીએ પોતે જ પુષ્ટિ કરી હતી કે તેમને દૂધમાં ઝેર આપવામાં આવ્યું હતું. આ પછી, સ્ઁસ્ન્છ કોર્ટમાં એક અરજી પણ આપવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે મુખ્તાર અંસારીને સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જેલ સુપ્રિટેન્ડેન્ટ અને અન્ય જવાબદાર અધિકારીઓને મુખ્તાર અન્સારી સાથે યોગ્ય વ્યવહાર કરવા આદેશ આપવા પણ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી
Recent Comments