fbpx
ગુજરાત

અમદાવાદ એરપોર્ટથી બેંગકોક, કુઆલાલંપુર અને જેદ્દાહ સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની સીધી ફ્લાઇટ શરૂ થશે

ગુજરાતીઓ હરવા ફરવાના ખુબ શોખીન હોય છે. એમાંય ઉનાળો આવતા પહેલાં તો હરવા ફરવાનો પ્લાન પણ તૈયાર થઈ ગયો હોય છે. જાેકે, દર વખતે ફોરેન ટુર માટે તમારે અમદાવાદથી વાયા મુંબઈ થઈને જવું પડતું હતું. ઘણાં સ્થળો એવા હતાં જેની ફ્લાઈટ વાયા મુંબઈથી જતી હતી. જાેકે, હવે હરવા ફરવાના શોખીનો માટે મોટી ખુશખબર છે. હવે તમને ઘર આંગણે મળી રહેશે ફોરેનની ફ્લાઈટ. એ પણ સાવ સસ્તામાં.શું તમે પણ ફોરેન જવાનો પ્લાન બનાવી રહ્યાં છો? શું તમે પણ પરિવાર કે મિત્રો સાથે ફોરેન ફરવાના શોખીન છો? તો આ માહિતી તમારા માટે ખાસ છે. ફોરેનમાં ફરવાના શોખીનો માટે આવી ગઈ છે મોટી ખુશખબર. હવે ફોરેનની ફ્લાઈટ માટે મુંબઈ જઈને એરપોર્ટ પર બેસી રહેવાની જરૂર નહીં પડે. અમદાવાદ એરપોર્ટ પરથી બેંગકોક, કુઆલાલંપુર અને જેદ્દાહ સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની ફ્લાઇટ શરૂ થશે. વર્ષ ૨૦૨૪ના સમયમાં ડોમેસ્ટિક ફ્લાઇટમાં નવા રૂટ સાથે સીધી કનેક્ટિવિટી સહિત કેટલી ફ્લાઇટમાં ફ્રિકવન્સીનો વધારો કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં નાંદેડ માટે સ્ટાર એર ફ્લાઇટ દ્વારા સીધી કનેક્ટિવિટી શરૂ થશે. અમદાવાદથી નાંદેડ માટે ૩૧ માર્ચથી સ્ટાર એર દ્વારા અઠવાડિયામાં ચાર દિવસ એટલે કે સોમ, ગુરુ, રવિવારના રોજ ફ્લાઇટની અવરજવર રહેશે. તદુપરાંત તાજેતરમાં અમદાવાદથી બેંગ્લોરની દરરોજની બે ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી ઔરંગાબાદની ફ્લાઇટ પણ થોડા સમય પહેલા જ શરૂ કરવામાં આવી છે. જે પણ વેકેશન માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. વિસ્તારા એરલાઇન્સ દ્વારા પણ ૩૧ માર્ચથી બુધવાર સિવાય બાકીના છ દિવસ દરમિયાન દરરોજની અમદાવાદથી ગોવાની સીધી ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે. ગરમીની સિઝન આવતા જ ગુજરાતીઓ પરિવાર સાથે વિદેશ પ્રવાસો ઉપડી જતાં હોય છે. ત્યારે હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ માટે આ માહિતી ખુબ જ અગત્યની છે.

સાથે આ માહિતીથી તેમને મોટો લાભ થશે. જીહાં, અમદાવાદ એરપોર્ટ પર ૩૧ માર્ચથી ૨૬ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી સમર શેડ્યુલની શરૂઆત થવા જઈ રહી છે. ડ્ઢય્ઝ્રછએ દ્વારા મંજૂરી મળ્યા બાદ ૩૧ માર્ચ ૨૦૨૪થી અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્‌સ શરૂ થાય તેવી શક્યતાઓ છે. ડ્ઢય્ઝ્રછએ દ્વારા મંજૂરી મળ્યા બાદ ૩૧ માર્ચ ૨૦૨૪થી અમદાવાદ એરપોર્ટ પર સમર શિડ્યૂલ અંતર્ગત કેટલીક ડોમેસ્ટિક ઘણી બધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્‌સ શરૂ થાય તેવી શક્યતાઓ છે. જેમાં કેટલાક ડોમેસ્ટિક ફ્લાઇટમાં ફ્રિકવન્સીનો વધારો કરીને સીધી કનેક્ટિવિટી શરૂ કરવામાં આવશે. જ્યારે કેટલી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં વિવિધ એરલાઇન્સ દ્વારા ફ્રિકવન્સીનો વધારો કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટથી બેંગકોક, કુઆલાલંપુર અને જેદ્દાહ સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની સીધી ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. આ ઉપરાંત કેટલીક ફ્લાઇટમાં ફ્રિકવન્સીનો વધારો કરવામાં આવશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડ્ઢય્ઝ્રછ) દ્વારા જાહેર કરવામાં આવેલા ઉનાળુ સમયપત્રક ૩૧ માર્ચથી ૨૬ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી અસરકારક છે.

અતેમાં વિવિધ એરલાઇન્સ દ્વારા બેંગકોક, કુઆલાલંપુર અને જેદ્દાહ સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની સીધી ફ્લાઇટ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે માર્ચ મહિનાના છેલ્લા રવિવારથી દેશના વિવિધ એરપોર્ટના ઉનાળું સમય પત્રક એટલે કે સમર શેડ્યુલની શરૂઆત થતી હોય છે. જેમાં આ વર્ષે ૩૧ માર્ચ ૨૦૨૪થી ડ્ઢય્ઝ્રછના નિયમો અનુસાર અમદાવાદ એરપોર્ટ પર સમર શેડ્યુલની શરૂઆત થશે. થાઈ એર થાઈલેન્ડમાં બેંગકોક માટે તેની સાપ્તાહિક ફ્લાઈટ્‌સની ફ્રીક્વન્સીમાં વધારો કરે તેવી અપેક્ષા છે. અત્યાર સુધીમાં અમદાવાદથી બેન્કોકના ડોન મ્યુ એન્ગ શહેર ખાતે અઠવાડિયામાં ૩ દિવસ ફ્લાઇટ ચાલતી જે હવે ૪ ફ્લાઈટ રહેશે. એર ઇન્ડિયા એક્સપ્રેસ પણ બેંગકોક માટે સીધી ફ્લાઇટ શરૂ કરે તેવી શક્યતાઓ છે. એર એશિયા મલેશિયામાં કુઆલાલંપુર માટે સીધી ફ્લાઇટ શરૂ કરે તેવી અપેક્ષા છે. જ્યારે અકાસા એર સાઉદી અરેબિયામાં જેદ્દાહ માટે સીધી ફ્લાઇટ શરૂ કરી શકે છે. આગામી મે અને જૂન મહિનામાં જેદ્દાહની સીધી ફ્લાઇટ હજયાત્રીઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. હાલમાં અમદાવાદથી જીદ્દાહ જવા માટે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ કાર્યરત છે. તદુપરાંત અકાસા એરલાઇન્સ દ્વારા પણ આગામી દિવસોમાં આ રૂટની ફ્લાઇટ શરૂ થઈ શકે છે.

Follow Me:

Related Posts