કૃષ્ણપરા શ્રી તપસીબાપુની પુણ્યતિથિ થશે ઉજવણી
સણોસરા પાસેનાં કૃષ્ણપરા ગામે શ્રી તપસીબાપુની પુણ્યતિથિની આસ્થાભેર થશે ઉજવણી શનિવારે આશ્રમમાં ભાવિક સેવકો પૂજન દર્શન અને પ્રસાદ લાભ લેશે ઈશ્વરિયા શનિવાર તા.૩૦-૩-૨૦૨૪ સણોસરા પાસેનાં કૃષ્ણપરા ગામે આગામી શનિવારે શ્રી તપસીબાપુની પુણ્યતિથિની આસ્થાભેર ઉજવણી થશે. અહી આશ્રમમાં ભાવિક સેવકો પૂજન દર્શન અને પ્રસાદ લાભ લેશે.
આગામી શનિવાર તા.૭ ફાગણ વદ તેરશ શ્રી તપસીબાપુની ૩૪મી પુણ્યતિથી પ્રસંગે ભાવિક સેવકો દ્વારા સુંદર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે કૃષ્ણપરા ગામે આશ્રમમાં ભક્તિભાવ અને આસ્થા સાથે ઉજવણી આયોજન થઈ રહ્યું છે.સણોસરા પાસે કૃષ્ણપરા ગામે શ્રી તપસીબાપુ આશ્રમમાં થયેલ આયોજન અંગે અહીંના અગ્રણી શ્રી હરિશંગભાઈ ગોહિલે જણાવ્યા મુજબ આગામી શનિવારે પુણ્યતિથિની આસ્થાભેર ઉજવણી થનાર છે, જેમાં આસપાસનાં ગામોનાં ભાવિક સેવકો અહીંયા શ્રી હનુમાનજી મંદિર અને સમાધિ સ્થાન ઉપર પૂજન દર્શન અને પ્રસાદ લાભ લેશે.
Recent Comments