અમરેલી ના એડવોકેટ અજીમ લાખાણી ના દીકરા આહિલ લાખાણી પાંચ વર્ષની ઉંમરે પ્રથમ રોજુ રાખી ખુદાની બંદગી કરી.
પવિત્ર રમઝાન માસની શરૂવાત થી મુસ્લિમ સમાજ ના યુવાનો વૃદ્ધઓ મહિલાઓ સહીત બાળ રોજેદારો કળકળતા તાપમાં વહેલી સવારે સર્ગી કરી 15 થી 16 કલાક સુધી ભૂખ પ્યાસ ને ત્યાગી ઈબાદત કરી પવિત્ર રમજાન માસમાં ખુદા ને રાજી કરવાનો પ્રયાસ સાથે બંદગી કરી રહિયા છે પવિત્ર રમઝાન માસ માં ખાસ કરીને નાના ભૂલકાઓ રોજા રાખીને ખુદાની બંદગી કરી પોતાના પરિવાર તેમજ દેશ અને દુનિયા માં અમન શાંતિ માટે દુવા ગુજારતા નજરે પડે છે ત્યારે એડવોકેટ અજીમ લાખાણી ના દીકરા આહિલ લાખાણી એ પ્રથમ રોઝુ નાની ઉંમરે રાખી ખુદા ની ઈબાદત કરી છે જેથી પિતા અજીમ લાખાણી એ નાના બાળ રોજદાર ને દુવાઓ સાથે શુભેચ્છા અભિનંદન પાઠવી દીકરા ને હેત વર્ષા કરી ફુલહાર થી સ્વાગત કરી પવિત્ર રમજાન મુબારક માસમાં બાળ રોઝદાર ને પ્રોત્સહિત કરવાનાં ભાગરૂપે સમગ્ર મેમણ સમાજ અને અનેક સામાજિક સંસ્થા ના આગેવાનો દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવેલ.
Recent Comments