જ્ઞાનમંજરી સ્કૂલ –રાળગોનના બાળકોની જવાહર નવોદયમાં પસંદગી
જાન્યુઆરી ૨૦૨૪ માં લેવાયેલ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોનના ચાર વિધાર્થીઓ પસંદગી પામેલ છે . ગામડાના તેજસ્વી વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનોમાં જાની યશ્વીબેન શૈલેષભાઈ (સથરા) ,કુચા જંખનાબેન જસુભાઈ (ગુંદરણા),જાડેજા પ્રદીત્યરાજ મનહરસિંહ (અયાવેજ- 2),ડામોર જયદેવ જીતેન્દ્રભાઈ (બગદાણા)નો સમાવેશ થાય છે.શ્રી જ્ઞાન મંજરી સ્કૂલ રાળગોનમાં જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની આયોજનબદ્ધ તૈયારી કરાવવામાં આવતી હોવાથી દર વર્ષે ચારથી પાંચ બાળકો જવાહર નવોદયમાં પસંદગી પામી શાળા અને પરિવારનું ગૌરવ વધારી રહ્યા છે. ચાલુ વર્ષે પણ આ શાળાના બાળકોએ આ સિદ્ધિ મેળવી છેજે બદલ શાળા પરિવાર તમામ બાળકોને શુભકામનાઓ પાઠવી હતી.
Recent Comments