અમરેલી

સાવરકુંડલા તાલુકાના હિપાવડલી ગામે લટુરીયા હનુમાનજી આશ્રમ ખાતે ૨૦૧મો વિનામૂલ્યે નેત્રનિદાન તેમજ આયુર્વેદીક કેમ્પ યોજાયો.

સાવરકુંડલા તાલુકાના હિપાવડલી ગામે આવેલ સુપ્રસિદ્ધ લટુરીયા હનુમાનજી આશ્રમ ખાતે ૨૦૧મો વિનામૂલ્યે નેત્ર નિદાન તથા આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટના સહયોગથી ૨૦૧મો કેમ્પમાં આંખના વિવિધ જરૂરિયાતમંદ ૪૬ દર્દીઓને વાહન દ્વારા મોતિયાના ઓપરેશન માટે હોસ્પિટલ લઈ ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા તેમજ આંખના નંબરો કાઢી આપવામાં આવ્યા હતા તથા આંખના તમામ રોગોથી પીડાતા દર્દી નારાયણને વિનામૂલ્યે સારવાર, નિદાન અને દવા વિતરણ કરવામાં આવી હતી.

આ સાથે  કેમ્પમાં સર્વરોગ આયુર્વેદ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં શરીરના કોઈપણ રોગો માટે વિનામૂલ્યે સારવાર, નિદાન અને આયુર્વેદિક દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી તેમજ તેમની લેબોરેટરી પણ કરી આપવામાં આવ્યા હતી દરમ્યાન દર્દીઓ માટે પ્રસાદની વ્યવસ્થા પણ ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત જસુબાપુ ગુરુજમનાદાસ બાપુ લટુરીયા હનુમાનજી આશ્રમ હિપાવડલી તાલુકો સાવરકુંડલા દ્વારા કરવામાં આવી હતી આ કેમ્પમાં વધારેમાં વધારે લોકો કેમ્પનો દર મહીને લાભ લે તેવી અપીલ કરવામાં આવી હતી એમ અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Related Posts