ખાંભા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અમરેલી નર્સિંગ સરકારી કોલેજની વિદ્યાર્થિનીઓ એક મહિનાની ટ્રેનિંગમાં
ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્રની એક પહેલ અંતર્ગત, અમરેલી સરકારી નર્સિંગ કોલેજમાંથી આવેલા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ કે જે એક મહિનાની ટ્રેનિંગ માટે ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવેલા છે, એ ઉભરતા સ્વાસ્થ્ય કર્મીઓને પાયાના સ્તરે અંત્યોદય સુધી કંઈ રીતે સ્વાસ્થ્ય તંત્ર પહોચે છે અને કઈ રીતે કાર્ય કરે છે એ માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખડાધાર ખાતે મુલાકાત માટે લઈ ગયા.આ બાબતે ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તરફથી એમના નિરંતર માર્ગદર્શન માટે જીજ્ઞાબેન અને ડોકટર રાહુલ હડિયા સાહેબ જોડે રહ્યા હતા.અમરેલી જિલ્લાનું સ્વાસ્થ્ય વધારે સ્વાસ્થ્યવર્ધક બને એ માટે આપડા આ ઉભરતા સ્વાસ્થ્ય કર્મીઓમાં જોશ ભરાય રહે એ બાબત આ પ્રકારના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેના લીધે વિદ્યાર્થીઓના મનમાં દર્દીઓ પ્રત્યે સંવેદનશીલતામાં વધારો જોવા મળે એવી આશા છે.એમ ભીખુભાઈ બાટાવાળાની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું
Recent Comments