અમરેલી

જિલ્લા કક્ષાએ ઉમેદવારોના ખર્ચ નિયંત્રણ સંબંધી ફરીયાદ માટે ૨૪X૭ ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૩૩-૨૮૯૨ પર સંપર્ક કરવા અનુરોધ

 જિલ્લામાં નોંધાયેલ મતદારો મતદારયાદીમાં પોતાના નામની વિગતોની ચકાસણી કરવા તેમજ મતદારયાદીમાં નવું નામ દાખલ કરવા માટે કરવામાં આવેલ અરજી તથા સુધારા વધારા માટે કરવામાં આવેલ અરજીની વિગતોની પૃચ્છા કરવા માટે તથા ચૂંટણીકાર્ડ સંબંધી જરુરી માહિતી મેળવવા માટે ૧૯૫૦ હેલ્પલાઇન નંબર પરથી માહિતી મેળવી શકશે.

મતદારો પોતાનું નામ કયા વિધાનસભા મતવિસ્તારમાં કયા મતદાન મથક ખાતે નોંધાયેલ છે તેમજ મતદાન મથક કયાં આવેલ છે ? તેની વિગતોની ખરાઇ કરવા તથા ચૂંટણી લગત અન્ય જાણકારી ૧૯૫૦ હેલ્પલાઇન પરથી મેળવી શકાશે.

      જિલ્લા કક્ષાએ ઉમેદવારોના ખર્ચ નિયંત્રણ સંબંધી ફરિયાદ માટે ૨૪X૭ ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૩૩-૨૮૯૨ કાર્યરત છે. જિલ્લાના નાગરિકો આચારસંહિતા લગત ફરિયાદ નોંધાવી શકે છે. આચારસંહિતાના સમયગાળા દરમિયાન કોઇ વ્યક્તિ દ્વારા મતદારોને લોભાવવા માટે રોકડ રકમનું વિતરણ, ભેટ-સોગાદો આપવી, લોભામણી ચીજ વસ્તુઓનું વિતરણ, પેઇડ ન્યૂઝ વિગેરે જેવી ઘટના/માહિતી બનતી હોય તો તે અંગેની ફરિયાદ ઉપરોકત ટોલ ફ્રી નંબર મારફત જિલ્લા કંટ્રોલ રુમમાં નોંધાવી શકાશે.

C-VIGIL ભારતના ચૂંટણીપંચ દ્વારા મોબાઇલ એપ્લિકેશન (એન્ડ્રોઇડ/IOS) C-VIGIL લોન્ચ કરવામાં આવ્યું છે. જે એપ્લિકેશન મારફત કોઇપણ નાગરિક આચારસંહિતા તથા ખર્ચ વિષયક નીચેની વિગતની ફોટોગ્રાફ-વિડીયોગ્રાફી સાથેની કોઇપણ ફરિયાદ અપલોડ કરી શકશે.

ખુલ્લેઆમ હથિયારો સાથે ફરવું, દારુ તથા ડ્રગ્સનું અને રોકડ રકમનું વિતરણ, સરકારી તથા ખાનગી મિલકત પર પરવાનગી વિના રાજકીય પક્ષો/ચૂંટણી લડતા ઉમેદવારોના ભીંતચિત્રો, ચોપાનીયા, પોસ્ટરનું પ્રદર્શન, મફત ચીજવસ્તુઓનું વિતરણ, પેઇડ ન્યૂઝ, જાતિગત ભડકાઉ ભાષણો, ધાક-ધમકી સહિતની વિગતે રજૂ થયેલ ફરિયાદનું ફલાઇંગ સ્કવોડ દ્વારા ૧૦૦ મિનિટમાં જે-તે સ્થળ પર પહોંચી તુરંત નિકાલ કરવામાં આવશે, તેમ અમરેલી જિલ્લા ચૂંટણી તંત્રની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

Related Posts