મેઘાણીજીની કર્મભૂમિ બગસરામા સીનિયર સિટીઝન મંડળની બેઠક મળી
લોકસાહિત્યના ભિષ્મપિતા મેઘાણીજીની કર્મભૂમિ બગસરાના ગાંધીજીના પાવન પગલાથી પવિત્ર બનેલ ખાદી કાર્યાલયના વિશાળ મેદાનમા લીમડાની આરોગ્યપ્રદ સુગંધ પ્રસરાવતી છાયામા આદરણીય નિરુપમાબેન વૈશ્નવના અધ્યક્ષ સ્થાને “સિનિયર સિટીઝન મંડળની “નિયમિત બેઠક મળી. પ્રારંભમા સંસ્થાના પ્રમુખ શ્રી નીરુપમાબેન વૈશ્ર્નવે વિશાળ સંખ્યામા ઉપસ્થિત સદસ્યશ્રીઓ ભાઈઓ બહેનોને પોતાની આગવી શૈલીમા હૃદયપૂર્વક આવકાર આપી કાર્યક્રમ વિષે વિસ્તૃત છણાવટ કરી.એપ્રિલ માસમા જન્મદિવસ હોય તેવા વડિલોનુ સન્માન કરી વંદના કરી.સંસ્થાના સિનિયર સિટીઝન દ્વારા યોજાયેલ મોટા પ્રવાસનો અહેવાલ રામભાઈએ વિસ્તૃત છણાવટથી આપ્યો.સૌરાષ્ટ્રના સાદા ભોજન એટલે કે સાંજનું વાળું સહુ સાથે મળી સ્વાદ માણ્યો.બીજી બેઠકમા સંગીત સંધ્યાનુ ભવ્ય આયોજન કરેલ જેમાં. એચ.ડી.એફ.સી. .બેંક બગસરાના સંપૂર્ણ સહયોગ થી યોજાયેલ
સંગીતના સાધક સર્વશ્રી વિનુભાઈ ભરખડા, રાજુભાઈ પંચોળી,ફાલ્ગુનીબહેન પંચોળી,ઈલેશભાઈ ભટ્ટ જેવા પ્રસિદ્ધ કલાકારોએ પોતાના મીઠા ગળાના કામણ પાથરી વિશાળ સંખ્યામા ઉપસ્થિત સંગીત પ્રેમીઓને મોજ કરાવી. મહેન્દ્રભાઈ જોશીએ પોતાની આગવે શૈલીમાં કાર્યક્રમને શુભેચ્છા પાઠવી વિશાળ સંખ્યાના ઉપસ્થિત સિનિયર સિટીઝનોને અભિનંદન પાઠવ્યા અને “અગર સંગીત ન હોતા તો કોઈ કીસીકા મીત ન હોતા” ની પ્રતીતિ કરાવી રાત્રીના ૧૦-૩૦ વાગે સંપન્ન થયો આ કાર્યક્રમમાં અમરેલીના લોકસાહિત્ય સેતુના પ્રમુખ આદરણીય મહેન્દ્રભાઈ જોષી,એચ.ડી.એફ.સી. બગસરા બ્રાંચ મેનેજર હિતેશભાઈ ટીંબડીયા,નીરવભાઈ જાની,વિરલભાઈ વાકોતર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી ખાસ સન્માન સ્વિકારી કાર્યક્રમ માણ્યો. કાર્યક્રમને સફળ બનાવવા સર્વશ્રી દેવચંદભાઈ સાવલીયા,મહામંત્રી નંદલાલભાઈ બામટા,વિનુભાઈ ભરખડા,રાજુભાઈ બામટા,મહેશભાઈ વ્યાસ,નીગમબેન સમેત સહુએ ભારે જહેમત ઉઠાવી .આભારદર્શન અને કાર્યક્રમનું સુંદર સંચાલન મંત્રી નંદલાલભાઈ બામટાએ પોતાની આગવી શૈલીમા કર્યુ.
Recent Comments