અમરેલી

શ્રી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ વીજપડી વિસ્તારના એકલિંગેશ્વર દાદા નો પાટોત્સવ યોજાયો

શ્રી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ વીજપડી વિસ્તાર તેમજ આજુબાજુના અન્ય વિસ્તારોમાંથી બ્રહ્મસમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમયે શ્રી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા જ્ઞાતિના પ્રમુખ જનકભાઈ ઉપસ્થિત રહ્યા હતા તેનું સન્માન પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું  તેમજ જ્ઞાતિની વાડી માટે બીપીનભાઈ વીજપડી તેમજ ગીરીશભાઈ મેરીયાણા એ દાન આપેલ  જે બદલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ એકલિંગેશ્વર દાદાના પાટોત્સવના મુખ્ય યજમાન જયંતભાઈ દુર્લભજીભાઈ ઉપાધ્યાય સરેરાના નિવાસ્થાને યોજવામાં આવેલ હતો જેમાં શાસ્ત્રી શૈલેષદાદા તેમજ કિરીટદાદા તેમજ અન્ય શાસ્ત્રીઓ દ્વારા વેદોક્ત રીતે પાટોત્સવની વિધિ પરિપૂર્ણ કરવામાં આવી ત્યારબાદ તમામ જ્ઞાતિબંધુઓએ  સાથે પ્રસાદ લીધેલ હતો આ પાટોત્સવમાં પ્રમુખશ્રી ભરતભાઈ ત્રિવેદી તેમજ નીતિનભાઈ વ્યાસ દ્વારા પ્રાસંગિક આભારવિધિ કરવામાં આવી હતી એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું

Related Posts