સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામના પાટિયા પાસે સાવરકુંડલા જેસર હાઈવે પર વાડી વિસ્તારના શેઢા કાંટાની વાડમાંથી સેંજળ ગામે ડુંગળી ભરવા આવેલા ટ્રક ડ્રાયવર અને મજૂરોને નાની નવજાત બાળકીનો કાંટાની વાડમાંથી રડવાનો અવાજ આવતા ત્યાં દોડી ગયા હતા અને ડ્રાયવર અને મજૂરોએ વાડમાં નજર નાખતા તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવી હતી આ બનાવની જાણ વંડા પોલીસને કરવામાં આવતા વંડા પોલીસ દ્વારા તાત્કાલિક બાળકીને સાવરકુંડલા સરકારી સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતા જ્યા સિવિલ હોસ્પિટલના મેડીકલ સ્ટાફ અને ડોક્ટરોની ટીમ દ્વારા નવજાત બાળકીને સારવાર આપવામાં આવી હતી આ અંગે નવજાત બાળકીના માતા પિતાને શોધવા વંડા પોલીસ દ્વારા શોધખોળ અને તપાસ ચાલુ કરવામાં આવી છે તેમજ અમરેલી જીલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા નવજાત બાળકીના માતા પિતાને શોધી આપનાર વને પોલીસ તરફથી ઈનામ પણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. એમ અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું
સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામના પાટીયા પાસે કાંટાની વાડમાંથી નવજાત બાળકી મળી આવી.

Recent Comments