યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા સંચાલિત ચલાલા હરિબા મહિલા કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ- ચલાલા દ્વારા સંચાલિત હરિબા મહિલા કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સંસ્થાના વડા પૂ. શ્રી ડો. રતિદાદા, ટીડીઓ ભટ્ટ સાહેબ, ટીપીઓ અતુલભાઇ કાથરોટીયા, ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી, અને જલ્પાબેન વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટયથી કરવામાં આવેલ. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરીને ટીપીઓ સાહેબે મતદાન જાગૃતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. કોલેજની બી. એ. બી. કોમ. બીસીએ. અને સ્પોર્ટસની દિકરીઓને ઈસીએલ વિડિયો ક્લિપ બતાવવામાં આવી હતી. કોલેજની વિદ્યાર્થિની મહેતા જાનવીએ મતદાન વિશે વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ ટીડીઓ સાહેબે મતદાન વિશે સમજૂતી આપી અને શપથ વિધિ કરાવી હતી. આચાર્યા સ્કાઉટ ગાઈડ સંમાનિત શીતલબેન મહેતાએ આભાર વિધિ કરી હતી. ત્યારબાદ બધાની સહી કરાવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેક્ટર ભારતભૂષણ શ્રી મહેશભાઈ મહેતા, આચાર્યા શીતલબેન મહેતા તથા કોલેજના તમામ સ્ટાફગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
Recent Comments