ભાવનગર

શ્રી ધનાબાપા જગ્યા ધોળા નવચંડી યજ્ઞ

તીર્થસ્થાન શ્રી ધનાબાપા જગ્યા ધોળામાં આસ્થાભેર યોજાયેલ નવચંડી યજ્ઞ મૂર્તિ પ્રતિષ્ઠા સાથે નવરાત્રી યજ્ઞનું મહંત શ્રી બાબુરામ ભગત અને સેવક પરિવાર દ્વારા આયોજન ધોળા ગુરુવાર તા.૧૧-૪-૨૦૨૪ (મૂકેશ પંડિત) તીર્થસ્થાન શ્રી ધનાબાપા જગ્યા ધોળામાં ચૈત્ર નવરાત્રી નવચંડી યજ્ઞ યોજાઈ ગયો. મૂર્તિ પ્રતિષ્ઠા સાથે મહંત શ્રી બાબુરામ ભગત અને સેવક પરિવાર દ્વારા આસ્થાભેર આયોજન થઈ ગયું.

ગોહિલવાડના ઐતિહાસિક તીર્થસ્થાન શ્રી ધનાબાપા જગ્યામાં શ્રી શીતળા માતાજી અને શ્રી કાળ ભૈરવજી મૂર્તિ પ્રતિષ્ઠા સાથે ધામેલિયા પરિવાર દ્વારા ચૈત્ર નવરાત્રી પર્વે નવચંડી યજ્ઞ યોજાઈ ગયો.મહંત શ્રી બાબુરામ ભગત અને સેવક પરિવાર દ્વારા આ આસ્થાભેર યોજાયેલ ધર્મ પ્રસંગે યજમાન અને ભાવિક પરિવારે પ્રસાદ સાથે દર્શન લાભ લીધો.

Follow Me:

Related Posts