fbpx
બોલિવૂડ

અભિનેતા વીર દાસે એક વીડિયો શેર કર્યો, વિડીયો જાેયા બાદ ચાહકો પણ ગભરાયા

સ્ટેન્ડ-અપ કોમેડિયન અને અભિનેતા વીર દાસે ગત વર્ષે એમી એવોર્ડ જીતી ભારતનું નામ રોશન કર્યું છે. આ વચ્ચે ૪૪ વર્ષના અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જે જાેયા બાદ ચાહકો પણ ગભરાઇ ગયા હતા. વીર દાસે પોતાના રિસોર્ટના બાથરુમમાં સાપ આવ્યા બાદ ડરના માહૌલનો વીડિયો શેર કર્યો છે. આ સિવાય તેમણે એક લાંબી પોસ્ટ પણ લખી છે. વીડિયોને પોસ્ટ કરતા વીર દાસે કેપ્શનમાં લખ્યું હું એક રિસોટમાં રાત રોકાયો હતો કારણ કે, અમે નજીકમાં જ શૂટિંગ કરી રહ્યા હતા.

મારે વોશરુમ જવું હતુ અને મે બાથરુમનો દરવાજાે ખોલ્યો અને એક સાપ સીધો ફ્લશ હૈંડલની પાસે રહેલી પાણીની ટાંકી ઉપર પડ્યો હતો. હવે મારે ક્યારે પેશાબ કરવો નથી. વીડિયોમાં વીર દાસને હોટલના એક કર્મચારી પાસેથી એ પુછતા જાેવા મળ્યા હતા કે, સાપ ઝેરીલો છે કે નહિ. તે જવાબમાં કહે છે કે, ઝેરીલો નથી. આના પર રિએક્ટ કરતા અભિનેતા કહે છે કે હું મરી જાતપ.વીર દાસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો અભિનેતાને પુછી રહ્યા છે કે, તેઓ સ્વસ્થ છે કે કેમ. વીર દાસ છેલ્લે વર્ષ ૨૦૨૨માં આવેલી અમેરિકી ફિલ્મ ધ બબલમાં જાેવા મળ્યા હતા. હવે તે ટુંક સમયમાં અનન્યા પાંડેની ડેબ્યુ વેબ સિરીઝ કૉલ મી બેમાં જાેવા મળશે. જેમાં ગુરફતેહ, વરુણ સુદ, વિહાન સમત, મુસ્કાન ઝાફરી, નિહારિકા લાયરા દત્તા, લિસા મિશ્રા અને મિની માથુર પણ છે. આ સીરિઝ પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે.

Follow Me:

Related Posts