fbpx
બોલિવૂડ

અનુષ્કા સેન કોરિયન ફિલ્મોમાં કામ કરનારી પ્રથમ ભારતીય અભિનેત્રી

નાની ઉંમરમાં અભિનેત્રી અનુષ્કા સેનએ મોટી સફળતા મેળવી છે. અનુષ્કા સેનની તગડી ફેન ફોલોઈંગ છે. જે કરીના કપુર અને જાહન્વીને પણ પાછળ છોડી દે છે. અનુષ્કા સેન હવે કોરિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના નામનો ડંકો વગાડી ચુકી છે. તે પહેલી ભારતીય અભિનેત્રી છે. જેમણે કોરિયન ફિલ્મમાં કામ કરવાની તક મળી છે. અનુષ્કા સેને વર્ષ ૨૦૦૯માં ટીવી શો યહાં મૈં ઘર ઘર ખેલીથી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરુઆત કરી હતી. તે વર્ષે તેનું પહેલું આલ્બમ સોન્ગ સામે આવ્યું ત્યારથી અભિનેત્રી ફેમસ થઈ ગઈ છે. અનુષ્કા સેન દેવો કે દેવ મહાદેવ, કોમેડી સર્કસની મહાબલી અને બાલવીર જેવા ટીવી સિરીયલમાં કામ કર્યું છે.

પરંતુ ટીવી સિરીયલ ઝાંસી કી રાણીથી એક અલગ ઓળખ મળી હતી. હવે ખુબ નાની ઉંમરમાં અનુષ્કા સેન ટીવીની વધુ ફી લેતી અભિનેત્રી બની ગઈ છે. અનુષ્કા સેનની ૧૫ કરોડની નેટવર્થ છે. અને તે એક મહિનામાં ૫ લાખથી વધુ કમાણી કરે છે. ૨૧ વર્ષની ઉંમરમાં તે કરોડોની લગ્ઝરી કાર તેમજ વૈભવી લાઈફ સ્ટાઈલ જીવે છે. હાલમાં અભિનેત્રી સાઉથ કોરિયામાં રજાઓનો આનંદ માણી રહી છે.સાઉથ કોરિયામાંથી અનુષ્કા સેને કેટલાક ફોટો પણ શેર કર્યા છે. જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. તેમણે કૈપ્શન આપ્યું કે, દ્ભ-ડ્ઢટ્ઠિદ્બટ્ઠ ના પળોને જીવી રહી છું. સોશિયલ મીડિયા પર અંદાજે ૪૦ મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચનારી છે. તે ઈન્સ્ટાગ્રામ પર ખુબ પોપ્યુલર પણ છે. એકટિવ પણ ખુબ રહે છે.અનુષ્કા સેને સાથે સુંદર લોકેશનના ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં અનુષ્કા ખૂબ જ સુંદર લાગી રહી છે.

Follow Me:

Related Posts