fbpx
અમરેલી

સમર્પણ ગૌ સેવા સમિતિ – સાવરકુંડલા દ્વારા પક્ષીઓ અને ગૌમાતા માટે પાણીના કુંડા અને અવેડીનું વિતરણ

ગરમીના કકળતા તાપમાં પક્ષીઓ અને ગૌમાતાને પાણીની તંગી ન સહેવી પડે તે માટે સમર્પણ ગૌ સેવા સમિતિ આઈસીયુ સેન્ટર, સાવરકુંડલા દ્વારા પક્ષીઓ માટે 575 પાણીના કુંડા અને ગૌમાતા માટે 35 અવેડીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મસા પીર, કરસનદાસ બાપુ, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ સાવજ, નીતિનભાઈ નગદીયા, નગરપાલિકા સદસ્ય રમેશભાઈ ચૌહાણ, ડી.કે.પટેલ, કાળુભાઈ લુણસર, કિશોરભાઈ બુહા, વિધિબેન ખીરા, રસીલાબેન ચુડાસમા અને હંસાબેન રાનેરા ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમર્પણ ગૌ સેવા સમિતિના પ્રમુખ ખીરા દાદા, કમલેશભાઈ રાનેરા, મનસુખભાઈ લાડવા, ડોક્ટર મેહુલ લાંબરીયા અને રવિરાજસિંહ ગોવાળે ખાસ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે સમર્પણ ગૌ સેવા સમિતિના પ્રમુખ ખીરા દાદા એ જણાવ્યું હતું કે, આપણા પક્ષીઓ અને ગૌમાતા ગરમીમાં પાણી માટે ભટકતા હોય છે. તેમને પાણી મળી રહે તે માટે આપણે સૌએ મળીને પ્રયાસ કરવા જોઈએ. આ કાર્યક્રમ દ્વારા અમે આ પ્રાણીઓ પ્રત્યે સેવાભાવના દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.

Follow Me:

Related Posts