વિકળિયા શ્રી વિશ્વાનંદ માતાજી દેવી ભાગવત

શક્તિ મહિમા ગાન સાથે વિકળિયા ગામે શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ લાભ ચૈત્ર નવરાત્રી પર્વે શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભક્તિભાવથી આયોજન વિકળિયા ગુરુવાર તા.૧૧-૪-૨૦૨૪ ચૈત્ર નવરાત્રી પર્વે વિકળિયા ગામે શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભક્તિભાવથી શક્તિ મહિમા ગાન સાથે શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ લાભ મળી રહ્યો છે. ધર્મપ્રેમી અને પ્રગતિશીલ વિકળિયા ગામે શ્રી ભાથીજી મંદિર ખાતે ગત મંગળવારથી શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ આયોજન થયું છે. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ચૈત્ર નવરાત્રી પર્વે ભક્તિભાવથી શક્તિ મહિમા ગાન સાથે આ લાભ મળી રહ્યો છે. કથા પ્રસંગ અને ધૂન સંકીર્તન સાથે સંગીતમય વાણીમાં ભાવિક શ્રોતાઓ ભાવમય બની રહ્યા છે. મહંત શ્રી પ્રવિણબાપુ સાથે સમસ્ત વિકળિયા ગામનાં આયોજનમાં આ કથામાં વિવિધ પ્રસંગો ભાવ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યા છે.
Recent Comments