fbpx
અમરેલી

ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા ૨૬૫ મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો. 

અવિરત સેવાકાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા તાજેતરમાં ૨૬૫ મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો હતો. જેમાં શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલી, નિયામક શ્રી આયુષ – ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત અમરેલી, તથા સરકારી આયુર્વેદ દવાખાનું – ચાડીયા તથા સરકારી હોમીયોપોથી દવાખાનું – સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ કેમ્પમાં નિષ્ણાંત ડોકટરોની ટીમે સેવા આપી હતી.

આ કેમ્પનો શુભારંભ મંગલ દિપપ્રગટ્યથી થયો હતો આ પ્રસંગે સંસ્થાના વડા પૂ. ડૉ.રતિદાદા તથા ભાવેશકુમાર, રેખાબેન તથા સર્વ મહેમાન, ડોકટરશ્રીઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. પૂ. શ્રી ડૉ.રતિદાદાએ બધાને સારૂ થઇ જાય પછી બીજાનું ભલું કરવું તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. સાથે વ્યસન મુક્ત રહેવું, સત્યનું પાલન કરવું અને બધા સાથે હળી-મળીને રહેવું. સ્વ. જયાબેન ઈશ્વરલાલ બોરીસાગરની છઠ્ઠી માસિક પુણ્યતિથી નિમિતે લી. ઈશ્વરભાઈ હરજીભાઈ બોરીસાગર ભાવનગર તરફથી હસ્તે. ભાસ્કરભાઈ, ભાવેશભાઈ, તેમજ જીતુભાઈના આર્થીક સહયોગથી શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ – રાજકોટ અને જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલીના સહયોગથી આ નેત્રયજ્ઞમાં આંખના દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકી ૪૦ દર્દીઓને શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે લઇ જઈ અને કેફોમશીન દ્વારા ઓપરેશન કરી નેત્રમણી પણ વિનામૂલ્યે બેસાડવામાં આવી હતી. દંતયજ્ઞમાં ડૉ. અવનીબેન દ્વારા અનેક દર્દીઓને દાંત કાઢી ચાંદી પણ વિનામૂલ્યે પૂરી આપવામાં આવી.

આયુર્વેદિક કેમ્પમાં ડૉ.આરતીબેન અને પ્રકાશભાઈએ બધા દર્દીઓને તપાસ કરી દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. દીકરીઓ માટે હરિબા મહિલા આર્ટસ, કોમર્સ, બી.સી.એ. અને સપોર્ટસ કોલેજ ચાલુ છે જેનું પ્રવેશ કાર્ય શરુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત ભૂષણ મહેશભાઈ, મંજુબા તથા શીતલબેન વગેરેએ ખુબ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts