અમરેલી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને અને ખર્ચ નોડલ અધિકારી તેમજ ખર્ચ ઓબ્ઝર્વરના અધ્યક્ષસ્થાને અમરેલી ખાતે બેઠક યોજાઇ

૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને અને ખર્ચ નોડલ અધિકારીશ્રી પરિમલ પંડ્યા અને ખર્ચ ઓબ્ઝર્વરશ્રી શ્રીનિવાસુ કોલ્લીપકાની ઉપસ્થિતિમાં અમરેલી લોકસભા ચૂંટણીમાં ખર્ચને લગતી બાબતોની ફરજ સોંપવામાં આવી છે તેવા સહાયક ખર્ચ નોડલ અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવા માટે બેઠક યોજવામાં આવી હતી.
ચૂંટણીલક્ષી કામગીરી માટેની ચૂંટણી પંચની માર્ગદર્શિકાઓ અને નિયત ફોર્મમાં ચૂંટણીલક્ષી જરુરી વિગતો ભરી તે માટે નિયત સમયમર્યાદામાં કરવાની થતી કામગીરી વિશે સહાયક ખર્ચ નોડલ અધિકારીશ્રીઓને જણાવવામાં આવ્યું હતું. સમગ્ર બેઠકનું સંચાલન સહાયક જિલ્લા તિજોરી અધિકારી અને સહાયક ખર્ચ નોડલ શ્રી ખાચરે કર્યુ હતુ. ખર્ચ ઓબ્ઝર્વરશ્રીનું રોકાણ અમરેલી સર્કિટ હાઉસ રુમ નં.૫ ખાતે હોય તેમના સંપર્ક માટે ટેલિફોન નંબર (૦૨૭૯૨) ૨૨૬૦૭૧, મોબાઇલ નંબર ૭૯૯૦૩ ૪૩૮૪૮ ઇ-મેઇલ એડ્રેસ amreli.expedelection2024@gmail.com છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની સામાન્ય ચૂંટણીની મતદાન પ્રક્રિયા અંતર્ગત આગામી તા. ૦૭ મે, ૨૦૨૪ના રોજ અમરેલી લોકસભા મતવિસ્તાર માટે મતદાન થશે.
Recent Comments