ઈન્ડિયન પ્રીમિયર લીગ (ૈંઁન્) બનાવનાર લલિત મોદીનું બિઝનેસ ગ્રુપ ઘણા સેક્ટરમાં કામ કરે છે પણ હવે તે પોતાનો રિટેલ બિઝનેસ વેચવા જઈ રહ્યા છે, જે દેશભરમાં ’૨૪ જીીદૃીહ’ સ્ટોર ચલાવે છે. તો શું આ પછી દેશભરમાં ’૨૪ જીદૃીહ’ સ્ટોર્સ બંધ થઈ જશે? ‘ગોડફ્રે ફિલિપ્સ’ લલિત મોદીના બિઝનેસ ગ્રુપ મોદી એન્ટરપ્રાઇઝિસની ફ્લેગશિપ કંપની છે. તે ગોલ્ડ ફ્લેકથી લઈને રેડ એન્ડ વ્હાઇટ અને કેવેન્ડર્સ સુધીની સિગારેટ બનાવે છે. તે ફિલિપ મોરિસ સાથેના લાયસન્સ કરાર હેઠળ માર્લબોરો બ્રાન્ડ સિગારેટનું ઉત્પાદન અને વેચાણ પણ કરે છે. આ જ કંપની રિટેલ સેક્ટરમાં ’૨૪ જીીદૃીહ’ નામથી જનરલ સ્ટોર ચલાવે છે, જ્યાં કરિયાણા અને રેસ્ટોરન્ટ બંને સેવાઓ ઉપલબ્ધ છે.
ત્યારે કેમ ૨૪ જીીદૃીહ સ્ટોર બંધ કરવાને લઈને ચર્ચા ચાલી રહી છે? ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયાનું કહેવું છે કે તેનો રિટેલ બિઝનેસ ખોટમાં ચાલી રહ્યો છે. તેથી કંપનીએ ‘૨૪ જીીદૃીહ’ સ્ટોરનો બિઝનેસ વેચવાનો ર્નિણય કર્યો છે. ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયાએ શુક્રવારે શેરબજારને આ અંગે માહિતી આપી હતી. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શુક્રવારે મળેલી બેઠકમાં ર્નિણય લીધો હતો કે તે તેના રિટેલ સેગમેન્ટની કામગીરીમાંથી બહાર નીકળી જશે. ય્ર્ઙ્ઘકિીઅ ઁરૈઙ્મઙ્મૈॅજ ૈંહઙ્ઘૈટ્ઠમાં ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં સમગ્ર દેશમાં ૧૫૦ સ્ટોર્સ છે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે તેણે તેના રિટેલ બિઝનેસની સમીક્ષા કર્યા બાદ, લોકો પાસેથી પ્રતિસાદ લીધા બાદ અને તેની ભવિષ્યની સંભાવનાઓને ધ્યાનમાં લીધા બાદ આ ર્નિણય લીધો છે. રિટેલ વેપારમાંથી નીકળવાં જરૂરી ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવશે. પાછલા નાણાકીય વર્ષમાં, કંપનીના ૨૪જીીદૃીહ બિઝનેસની આવક રૂ. ૩૯૬ કરોડ હતી, જે ગોડફ્રે ફિલિપ્સની કુલ કામગીરીના માત્ર ૯.૩ ટકા છે. કંપનીના વડા લલિત મોદી પણ હાલમાં ભારતમાં વોન્ટેડ છે. તેના પર આઈપીએલના મીડિયા અધિકારો વેચવામાં કૌભાંડનો આરોપ છે. હાલમાં તે લંડનમાં રહે છે. હાલમાં જ તે બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં હતો.
Recent Comments