શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે યોજાયો “વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ દિવસ”
“બીજી એપ્રિલ એટલે વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે”
ઓટીઝમ વિશે લોકોને યોગ્ય માહિતી મળી રહે અને વહેલી તકે તેની સારવાર કરી શકાય તે માટે બીજી એપ્રિલ ઓટીઝમ અવેરનેસ ને લગતા કાર્યક્રમો યોજવામાં આવે છે. જેના ભાગ રૂપે શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે ૧૫૦ કરતા વધુ દર્દીઓને અલગ-અલગ થેરાપી આપી તેની સારવાર કરવામાં આવેલ હતી.
ડોકટરના જણાવ્યા મુજબ આજના સમયમાં ઓટીઝમનું પ્રમાણ વધી રહેલ છે. જેનું ચોક્કસ કોઈ કારણ નથી પરંતુ તે માટે વધતું જતું પ્રદુષણ, જેનેટિક કારણો, ટી.બી., થાઈરોઈડ બીમારી અને પાણી તથા ખોરાક માં વધુ પડતું પેસ્ટીસાઈડસ નું પ્રમાંણ જવાબદાર હોય છે.
સંતાનને ઓટીઝમ છે કે નહી તેની માહિતી બાળકની રોજીંદી હરકતો પરથી સામાન્ય રીતે મળતી હોય છે જેમકે નોર્મલ બાળકના પ્રમાણમાં ધીમો વિકાસ થવો, બાળકોને નામથી બોલાવો તો રિસ્પોનસ ના આપવો, એકલા-એકલા રહેવું, બોલતા કે ચાલતા મોડુ શીખવું વગેરે પરથી આ માહિતી મળે છે.
જો નાની ઉમરથી જ ઓટીઝમ વાળા બાળકોને યોગ્ય સારવાર આપવામાં આવે તો તેનો ઉપચાર થઈ શકે છે અને ઓટીઝમ વાળા બાળકો સ્વયંમ પોતાની દેખરેખ રાખી શકે તેવા પ્રકારનું સરળ જીવન જીવી શકે છે.
ઓટીઝમ ધરાવતાં બાળકો ને કેવી રીતે સાચવવા, કેવી સારવાર કરાવવી અને શું કાળજી રાખવી તેની માહિતી શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ના ડો.મિરલ શિંગાળા દ્રારા ૧૫૦ કરતા વધુ બાળકોનું પર્સનલ કનસલ્ટેશન કરીને તેમને માહિતી આપી અને વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી…
Recent Comments