સાવરકુંડલા શહેરમાં આવેલ સાવરકુંડલા ગૌશાળાએ લોકોની સુચારુ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દૂધ વિતરણ માટેના સવાર સાંજ બંને ટાઈમમા ફેરફાર કરતાં શહેરીજનોમાં પણ હર્ષની લાગણી પ્રસરી.
આમ તો દુધ એ જીવનનું આવશ્યક ટોનિક છે બાળકના જન્મ સમયથી માતા દુગ્ધપાન કરાવીને પોતાના શિશુનું પોષણ કરે છે અને આ ક્રમ લગભગ દુનિયાના તમામ જીવોમાં હોય છે. એટલે જ દુધ એ જીવન માટે ખૂબ જ આવશ્યક ટોનિકની ભૂમિકા ભજવે છે. આજના યુગમાં શુધ્ધતા અને સાત્વિકતા સભર દુધ મળવું એ ખૂબ જ સૌભાગ્યની વાત છે. એમાં પણ ખાસ કરીને ગાયનું દુધ એટલે સૃષ્ટિ પરનું અમૃત જ સમજી શકાય. આ બાબતને ધ્યાનમાં રાખીને સાવરકુંડલા ગૌશાળા ગાયનું શુધ્ધ અને સાત્વિકતા સભર દુધ સાવરકુંડલાના શહેરીજનોને ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રતિબધ્ધ હોય એ વાત પણ નગરજનો સુપેરે જાણે છે. સાવરકુંડલા શહેરના અનેક શહેરીજનો આ ગૌશાળાનું દૂધ મેળવવા માટે તૈયાર હોય છે.
આ સંદર્ભ સાવરકુંડલાના નગરજનોની મુશ્કેલી અને સાવરકુંડલાના નગરજનોને ગુણવત્તાયુક્ત દૂધ મળી રહે તે માટે સાવરકુંડલા ગૌશાળાના સંચાલકો સતત જાગૃત રહી લોકોને આ ગૌશાળાનો શ્રેષ્ઠતમ લાભ કઈ રીતે મળે તે માટે સતત ચિંતિત પણ હોય છે અને આ સંદર્ભ સતત ચિંતન પણ કરતાં જોવા મળે છે. અને આ સંદર્ભે દૂધ લેનાર ગ્રાહકોને સવાર સાંજ સમયસર દુધ મળી રહે તે માટે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી હોય આવતીકાલથી જ દુધ વિતરણ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલે તારીખ ૧૬-૪-૨૪ થી આ સમય ફેરફાર લાગું થશે સવારે ૫-૩૦ થી ૭-૩૦ અને સાંજે પણ ૫-૩૦ થી ૭-૩૦નો વિતરણ સમય મુકર્રર કરેલ છે. આ ઉપરાંત પણ ગ્રાહકોને લક્ષમાં રાખીને સુચારુ વ્યવસ્થા નિર્માણ થાય તે માટે સંચાલકો સતત પ્રયત્નશીલ છે. આમ તો સાવરકુંડલા ગૌશાળા વર્ષોથી એક બિંબાઢાળ પધ્ધતિને અનુસરતી હતી હવે સમય સાથે કદમ મિલાવી નવું કલેવર ધારણ કરતી જોવા મળે છે. સાવરકુંડલાના શહેરીજનોમાં પણ આ સમાચાર સાંભળીને ખુશીનું મોજું છવાયેલું જોવા મળે છે.
Recent Comments