લોકસભા ના પોરબંદર બેઠકના ભાજપ ઉમેદવાર ડૉ.મનસુખભાઇ માંડવિયાએ આજે પોરબંદર કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર રજુ કર્યું હતુંતેમના ફોર્મ રજુ કરવામાં પણ ખુબ વિશેષતા રહી હતીતેમની દરખાસ્ત વડાપ્રધાને કહ્યું તેમ ગરીબ બહેનો, ખેડૂતો અને યુવાનો તેમનો પરીવાર છે એવા પરીવારજનો માછીમાર સમાજના બહેન,ખેડૂત શિક્ષિત યુવાને ડૉ.મનસુખભાઈ માંડવિયા ની દરખાસ્ત કરી તેમનું ફોર્મ રજુ કર્યું હતું
ફોર્મ ભરતા પહેલા યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલન મા આવતા પહેલા ડૉ.માંડવિયા અને પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરના સુદામા મંદિર,ભોજેશ્વર મહાદેવ મંદિર અને કીર્તિમંદિર,ખારવા સમાજના પંચાયત મઢી જેવા શ્રધ્ધા સ્થાનો ના દર્શન કર્યા હતા,તો કાર્યક્રમ ના સ્ટેજ પર આવતા મંચ પર તમામ સંપ્રદાયના સાધુ સંતોના આશીર્વાદ લીધા હતા તથા સંતોનું સન્માન કર્યું હતું અર્જુનભાઈ મોઢવાડિયા એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે દેશમાં દસ વર્ષથી જે શાશન થઇ રહ્યું છે તેમાં દેશનો અપ્રતિમ વિકાસ થઇ રહ્યો છે અને તેને લઇ આ વખતે ચારસો ઉપર બેઠકો જીતી ભાજપ જીતશે
અને દર વખતે તો હું તમને રોકવાયે આવતો હતો પણ આ વખતે તો હું પણ આમંત્રણ આપવા આવ્યો છું તો રેકોર્ડ થાય તેવી લીડથી ડૉ. મનસુખભાઇ ને જીતાડવાના છેડૉ.માંડવિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હું પોરબંદરમાં માત્ર ચૂંટણી જીતવા નથી આવ્યો લોકોના દિલ જીતવા આવ્યો છું અને અહીં એવુ કામ કરવાનો છું જેને ઉપસ્તિથ જનમેદનીએ ઉમળકા ભેર વધાવી લીધી હતીસભા બાદ ફોર્મ ભરવા જવા નીકળેલી રેલી ઐતિહાસિક રહી હતી તો ઠેર ઠેર જંગી જનમેદની વચ્ચે અઢારે વરણે તેમનું સામાજિક રીતે સન્માન કરી દરેક સમાજના સાથનો કોલ આપ્યો હતો
આ તકે પોરબંદર વિધાનસભાના ભાજપ ઉમેદવાર અને અહીંના દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાયે પણ પોતાનું ઉમેદવારિપત્ર રજૂ કર્યું હતું અને તેમના સમર્થનમાં પણ વિશાળ જન મેદની ઉપસ્તિથ રહી હતીકુલ મળીને પોરબંદર ના ઇતિહાસમાં ડૉ.માંડવિયાઅને અર્જુનભાઈ ની જીત માટે ઐતિહાસિક માહોલ સર્જાયો છે
કાર્યક્રમમાં સાંસદ રમેશભાઈ ધડુક, રિલાયન્સ ના પરિમલ નથવાણી,રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ, પૂર્વ મંત્રીઓ જીતુભાઇ વાઘાણી,આર. સી. ફળદુ,જયેશભાઇ રાદડિયા સાથે સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી,બાબુભાઇ બોખીરીયા, મહેન્દ્રસિંહ સરવૈયા,ભીખાભાઇ બારૈયા,અમરીશ ડેરસહીત સ્થાનિક ધારાસભ્યોતથા સંગઠનના તમામ સ્તરના પદાધિકારીઓ ઉપસ્તિથ રહી ભારતીય જનતા પાર્ટીના સમર્થન માટે લોકોને અપીલ કરી હતી
Recent Comments