ભરતભાઈ સુતરીયા તારીખ ૧૮ ને ગુરુવારના રોજ સભા તથા વિજયવિશ્વાસ રેલી સાથે ઉમેદવારી અને નગારે ઘા કરશે.

અમરેલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી ભરતભાઈ સુતરીયા તા. ૧૮/૦૪/૨૦૨૪ ને ગુરુવારના રોજ વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્રક રજુ કરશે .સવારે ૦૯:૦૦ કલાકે લાઠી રોડ બાયપાસ પાસે,વીર હમીરસિંહજી સર્કલ ખાતે સભા બાદ એક ભવ્ય બાઈક અને કારના રોડ-શો સાથે સમગ્ર અમરેલીની મુખ્ય બજારમાં ફરી અને વિજય મુહુર્તમાં નામાંકન પત્ર રજુ કરશે.
આ સભા અને રોડ-શોમાં શ્રી પરશોતમભાઈ રૂપાલા,શ્રી દિલીપભાઈ સંઘાણી,શ્રી નારણભાઈ કાછડિયા,શ્રી ગોવિંદભાઈ ધોળકિયા,શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા,શ્રી કૌશિકભાઈ વેકરીયા,શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા,શ્રી જનકભાઈ બગદાણા,શ્રી રાજેશભાઈ કાબરીયા,શ્રી મહેશભાઈ કસવાલા,શ્રી આર.સી. મકવાણા,શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી શીવાભાઈ ગોહિલ,શ્રી જે.વી. કાકડિયા,શ્રી જનકભાઈ તળાવીયા,શ્રી કેશુભાઈ નાકરાણી,શ્રી પુનાભાઈ ગજેરા તથા તમામ પૂર્વ ધારાસભ્ય,પૂર્વ પ્રમુખો તથા ભારતીય જનતા પાર્ટીના હજારો આગેવાનો અને કાર્યકર્તાઓ હાજરી આપશે.
માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં “અબકી બાર ૪૦૦ પાર”ના નારા સાથે અમરેલી સીટ ૫ – લાખ કરતા વધારે મતોથી જીતવાનો અમરેલી જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જબરદસ્ત ઉત્સાહ છે. નરેન્દ્રભાઈ ના વડાપ્રધાન પદે છેલ્લા દસ વર્ષમાં અનેક કલ્યાણ કારી યોજનાઓ દ્વારા કરેલા કાર્યો તથા ભારતના અભૂતપૂર્વ વિકાસના લીધે લોકોમાં ભારતીય જનતા પાર્ટી તરફથી જુવાળ દેખાઈ રહ્યો છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની આ સુનામી માં અમરેલી જીલ્લા કોંગ્રેસ પણ તણાઈ જાય તેવો માહોલ છે, ત્યારે ભરતભાઈ સુતરીયા એક ખેડૂત પુત્ર અને પાયાના કાર્યકર્તાને જીતાડવા અમરેલી મક્કમ છે.
Recent Comments