આ વર્ષે લાંબા ગાળાના સામાન્ય વરસાદની આગાહી
અગાઉના વર્ષોમાં ચોમાસાએ દેશના ઘણા ભાગોમાં ખાધ સર્જી હતી. સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હતો, પરંતુ આ વર્ષે ચોમાસું આરામથી બેસી જશે. ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે સમગ્ર દેશમાં ભારે વરસાદ પડશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રવિચંદ્રને જણાવ્યું હતું કે હવામાન વિભાગે માહિતી આપી છે કે, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ રહેશે. ચોમાસુ લાંબા ગાળાની સરેરાશ (૮૭ સેમી)ના ૧૦૬ ટકા રહેશે તેવી ૈંસ્ડ્ઢએ આગાહી કરી છે. એમ. રવિચંદ્રને કહ્યું કે, ૧૯૫૧થી ૨૦૨૩ સુધીના ડેટાની તપાસ કર્યા બાદ જાેવા મળ્યું છે કે દેશમાં નવ વખત ચોમાસું સામાન્ય રહ્યું છે. આ લા નીનાના પ્રભાવને કારણે છે. ૧૯૭૧ અને ૨૦૨૦ વચ્ચેના ડેટા અનુસાર આ વર્ષે લાંબા ગાળાના સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ૧૦૬ ટકા વરસાદ પડશે.
ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહોપાત્રાએ કહ્યું કે, આ વર્ષે દેશના ૮૦ ટકામાં સરેરાશથી વધુ વરસાદ પડશે. દેશના ૪ રાજ્યોમાં ઓછો વરસાદ પડશે. ગયા વર્ષે અલ નીનાના પ્રભાવને કારણે ઓછો વરસાદ થયો હતો. હવે તેનો પ્રભાવ ઓછો થઈ ગયો છે. અલ નીનાને બદલે હવે પેસિફિક મહાસાગરમાં લા નીના ઈફેક્ટ સર્જાઈ છે. ગત વર્ષે અલ નીનાના કારણે ૮૨૦ મીમી વરસાદ પડ્યો હતો. આ વરસાદ સરેરાશ કરતા ઓછો હતો. દેશમાં સરેરાશ વરસાદ ૮૬૮.૬ મીમી છે. ૨૦૨૩ પહેલા સતત ચાર વર્ષ સામાન્ય વરસાદ હતો. પ્રશાંત મહાસાગરનું તાપમાન ૩૦ થી ૧૮ ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું છે. જેના કારણે અહીંથી ત્યાં સુધી પવન ફૂંકાઈ રહ્યો છે. ભારતમાં ચોમાસુ માટે તે ફાયદાકારક રહેશે. ભારતમાં ચોમાસાની અસર અર્થતંત્ર પર પડે છે. દેશની લગભગ ૫૦ ટકા ખેતી ચોમાસા પર ર્નિભર છે. તેમજ ઘણા ડેમના પાણીનો સંગ્રહ ચોમાસા પર આધારિત છે. ગયા વર્ષે ભારે વરસાદના અભાવે કૃષિ ક્ષેત્રને અસર કરી હતી.
Recent Comments