fbpx
રાષ્ટ્રીય

સીમા હૈદરના પાકિસ્તાની પતિ ગુલામ હૈદર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જિલ્લા કોર્ટની ફેમિલી કોર્ટે સમન્સ આપ્યુ

પાકિસ્તાની નાગરિક સીમા હૈદરના પાકિસ્તાની પતિ ગુલામ હૈદર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જિલ્લા કોર્ટની ફેમિલી કોર્ટે સમન્સ આપ્યુ છે. કોર્ટે સીમા હૈદર, સચિન મીના અને લગ્ન આયોજકોને સમન્સ આપ્યુ છે. આ કેસની આગામી સુનાવણી ૨૭ મેના રોજ થશે. આ કેસમાં અરજી પાણીપતના એડવોકેટ મોમિન મલિક વતી દાખલ કરવામાં આવી હતી. મોમિન મલિકે જણાવ્યું હતું કે તાજેતરમાં જ ઉજવાયેલી સીમા અને સચિન મીનાની લગ્નની વર્ષગાંઠને કોર્ટમાં પડકારવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને પણ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. લગ્ન સિવાય બાળકોને દત્તક લેવાની પ્રક્રિયા, ધર્મ પરિવર્તન વગેરેને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

વકીલના મતે સીમાએ કોર્ટમાં સાબિત કરવું પડશે કે તેણે ધર્મ પરિવર્તન ક્યારે કર્યું? આ સિવાય સગીર બાળકોનો ધર્મ પણ આ રીતે બદલી શકાય નહીં. જેમને સમન્સ જાહેર કરવામાં આવ્યા છે તેઓએ સુનાવણીની તારીખે કોર્ટમાં હાજર રહેવું પડશે. મહત્વપૂર્ણ છે કે ૩ જુલાઈ ૨૦૨૩ના રોજ સીમા હૈદરની હરિયાણાના બલ્લભગઢથી ધરપકડ કરવામાં આવી હતી. તે ગૌતમ બુદ્ધ નગરના રાબુપુરામાં રહેતા સચિન મીના સાથે નેપાળ થઈને ભારત આવી હતી. આ દરમિયાન સીમાના એડવોકેટ એપી સિંહનું કહેવું છે કે જે દેશના નાગરિક સાથે દુશ્મનાવટ છે તેની અરજી કોર્ટમાં ન જઈ શકે.

કોર્ટમાં તમામ હકીકતો રજૂ કરવામાં આવશે. પાકિસ્તાનના સિંધ પ્રાંતની સીમા હૈદર અને રાબુપુરાના સચિન મીનાની લવસ્ટોરી છેલ્લા ૧૧ મહિનાથી ચર્ચામાં છે. સચિન અને સીમા ઁેંમ્ય્ રમતી વખતે સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ પ્રેમમાં પડ્યા હતા. આ પછી, તેઓ માર્ચ ૨૦૨૩ માં નેપાળમાં પ્રથમ વખત મળ્યા હતા અને તે પછી સીમા તેના બાળકો સાથે ૪ મે ૨૦૨૩ ના રોજ નેપાળથી પાકિસ્તાનથી રબુપુરા આવી હતી. જેની બાદમાં પોલીસે ધરપકડ કરી હતી અને તેને જામીન મળી ગયા હતા. ત્યારથી તે અહીં સચિન સાથે રહે છે. જેના દ્વારા સરકાર પાસે ભારતીય નાગરિકતાની પણ માંગણી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts