દેશમાં પાનકાર્ડ ધારકો અને ડાયરેક્ટ ટેક્સ ભરનારા મધ્યમ વર્ગીય લોકોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. લોકો હોમલોન, કારલોન કે પર્સનલ લોન લેવા માટે પોતાના બેન્કિંગ વ્યહવારો વધારી રહ્યા છે. તેના કારણે થોડો ઘણો ટેક્સ ભરવામાં પણ તેમને કોઈ વાંધો હોતો નથી. આ સિવાય ઇન્ફોરમેશન ટેક્નોલોજી અને બીજા બૌદ્ધિક ક્ષેત્રોમાં આવક વધવાને કારણે તે ક્ષેત્રોમાં પગાર ધોરણો પણ ઉંચા થઇ રહ્યા છે. આ પ્રકારે ઘણા બધા પાસાઓની હકારાત્મક અસર દેશના કરવેરાની આવક પર થઇ રહી છે.
આ વર્ષે દેશમાં ઈન્ક્મ ટેક્સ રિટર્ન દ્વારા દર્શાવાયેલ આંકડાઓ મુજબ ભારતનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ર્વાષિક ધોરણે ૧૭.૭% વધીને રૂ. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૯.૫૮ લાખ કરોડ જેટલી મોટી રકમ સુધી પહોંચ્યું છે. આવકવેરા વિભાગે એક અખબારી અહેવાલમાં જણાવ્યું છે કે ટેક્સ કલેક્શન મોટા માજિર્નથી સુધારેલા અંદાજોને પણ વટાવી ગયું છે. ૨૦૨૩-૨૪ ના નાણાકીય વર્ષમાં આવક અને કોર્પોરેટ ટેક્સની ચોખ્ખી વસૂલાત બજેટ અંદાજ કરતાં રૂ. ૧.૩૫ લાખ કરોડ વધુની રહી છે. જે દેશની બેન્કિંગ સિસ્ટમ અને ઈન્સ્યુરન્સ સેક્ટર માટે આગામી દિવસોમાં ખુબ સારા સંકેતો આપી રહ્યું છે.


















Recent Comments