લોકતંત્રમાં લોકશાહી મૂલ્યોનુ ખરાં અર્થમાં જતન કરવા માટે પણ આમ જનતા સાથે સાચા અર્થમાં લોકસંવાદ ખૂબ જરૂરી છે.
લોકતંત્રમાં લોકસંવાદ એ લોકોની મુશ્કેલી, વેદના અને વ્યથા જાણવા માટે એક અસરકારક માધ્યમ તો જરૂર ગણાય. રાજાશાહી વખતે રાજા પોતાના પ્રજાના વણકહ્યાં સવાલો અને મુશ્કેલીઓ અમુક સમયે ગુપ્તવેશે ફરી અને પ્રજાની સુખદુઃખની જાણકારી સ્યંમ મેળવતાં.. સુશાસન માટે ને આ એક અસરકારક અને ચોટદાર માધ્યમ અવશ્ય કહેવાય. આમ તો ખરાં અર્થમાં જોઈએ તો લોકતંત્રમાં લોકો સાથે સંવાદ ખૂબ જરૂરી હોય છે. અને લોકમાનસ અને લોકપ્રશ્વનો જાણવા માટે લોકો સાથે સીધો સંવાદ એ લોકશાહીમાં સુચારું વહીવટ અને આયોજન માટે પણ જરૂરી હોય છે.
આમ તો તંદુરસ્ત લોકતંત્રમાં લોકસંવાદ એ પ્રજાનું માનસ જાણવા માટે એક શ્રેષ્ઠ માધ્યમ પણ છે. જો કે ઘણીવખત ઘણાં એવાં કારણો પણ હોય છે જેના કારણે પણ લોકો પોતાની વ્યથા, વેદના કે મુશ્કેલીની વાતો સરકાર સુધી પહોંચાડવામાં અસમર્થ રહે છે. સીધો લોકસંવાદ એ આ તમામ પ્રશ્નોની જાણકારી માટે એક અસરકારક માધ્યમ છે. ઘણી વખત જાહેરમાં અમુક પ્રશ્નનો ન વ્યકત કરી શકતા લોકો માટે લોકનેતા ગણ વોટ્સએપ દ્વારા પણ માહિતી મેળવી શકે ખરાં. ખાનગી રાહે પણ લોકો સાથે ગુપ્તવેશે લોકપ્રશ્વનો જાણવા પ્રયાસ થઈ શકે. લોકો સાથે સીધા સંવાદ દ્વારા પણ લોકમંચ દ્વારા ખુલ્લા મંચ પર ચર્ચા પણ કરી શકાય..ઘણી વખત જે વાત લોકો કેમેરા સામે કરતાં ખચકાતા હોય છે તે જ વાત ચોરે અને ચૌટે બેધડક દોહરાવતાં જોવા મળે છે. એટલે એક વાત પણ ચોક્કસ છે કે લોકમાનસ જાણવા માટે પણ ઘણીવખત જવાબદાર તંત્ર દ્વારા છૂપા વેશે પણ નીકળી લોકપ્રશ્ર્નો જાણવા જોઈએ.
Recent Comments