fbpx
ભાવનગર

તલગાજરડા ની ભાગવત કથામાં તૃતિય દિવસે દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

તલગાજરડા ગામે સમગ્ર ગામ સમસ્ત અને પુ. મોરારિબાપુ ના આશીર્વાદ વચન અને અનુગ્રહથી યોજાયેલી ભાગવત કથા આજ રોજ તારીખ 22 એપ્રિલ 2024 ના રોજ તૃતિય દિવસે ભાગવત કથા તીર્થના સૌને પરમ દર્શન કરાવી વિરામ પામી હતી.ભાગવત કથાના વ્યાસાસને બિરાજમાન વક્તાશ્રી‌ અને પ્રભાવી શૈલીમા કથા શ્રવણ કરાવનાર શ્રી આશિષભાઈ વ્યાસે સમગ્ર ભાગવતનો કથાસાર અને તેમાંથી નિષ્પન્ન જીવનના વિવિધ વળાંકોનું બખૂબી વર્ણન કરે અને સૌને ભાગવત કથા અનુરૂપ જીવનને વ્યતિત કરવા શીખ આપી હતી.આજે કથામા આ પાવન આયોજનમા સહકાર આપનાર સન્માનીય દાતાઓનુ સ્મૃતિ ચિન્હ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક ઉત્સવને ગામલોકોએ પોતાનો ઉત્સવ સમજીને ઉપાડી લીધો છે.તા 26 ના રોજ કથા વિરામ થશે.દર વર્ષે આવુ સુંદર આયોજન કરવા ગામ લોકોએ નિર્ધાર કર્યો છે. કથા સ્થળે  તા. 24 મંગળવારે રાત્રિના સંતવાણી,લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts