fbpx
ગુજરાત

નિઃશુલ્ક સુંદરકાંડ કરાવતા ૨૦ મિત્રોનું અનોખું મંડળ ચાર મહિના સુધીનું તો વેઇટિંગ ચાલે છે 

ગાંધીનગર મોર્ડનાઇઝેશનના જમાનામાં યૂથ આધ્યાત્મથી દૂર થઈ રહ્યું હોવાની ચર્ચાઓ થતી હોય છે પરંતુ ગાંધીનગરના ૨૦ મિત્રો જે અલગ અલગ પ્રોફેશનમાં સારી એવી પોસ્ટ પર કામ કરવાની સાથે છેલ્લા ૨૦ વર્ષથી નિઃશુલ્ક સુંદરકાંડના પાઠ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં કરે છે. ગાંધીનગરનું શ્રી કષ્ટભંજન દેવ સુંદરકાંડ સત્સંગ મંડળ’ફ્રી ઓફ કોસ્ટ સુંદરકાંડ પાઠ કરાવે છે. આજે આ મંડળ હનુમાન જ્યંતી પર ૧,૧૩૬ નો સુંદરપાઠ કરશે ત્યારે સિટી લાઈફે આ મંડળના સભ્યો સાથે વાત કરીને કેવી રીતે ૨૦ વર્ષ પહેલાં આ મંડળ બન્યું અને તેઓ નોકરી વચ્ચે સમય કાઢીને કેવી રીતે સુંદરકાંડ કરે છે તે વિશે જાણ્યું હતું.મંડળ સાથે જોડાયેલા મનીષ ઠાકરે કહ્યું કે, ‘અમે એક પણ રૂપિયો લીધા વગર હનુમાનજીના ભક્તોના ભાવને માન આપી સુંદરકાંડ કરાવીએ છીએ.૨૦ વર્ષના અંતે લોકોનો એટલો સરસ પ્રતિસાદ મળ્યો છે કે અમારા મંડળનું ૪ મહિનાનું વેઇટિંગ અને બે મહિનાનું મંગળવાર અને શનિવારનું સુંદરકાંડનું તારીખ સાથે લિસ્ટ તૈયાર થઈ જાય છે સુંદરકાંડના દિવસે જ નેશનલ એવોર્ડ લેવા જવાનું હતું પરંતુ  કેન્સલ કર્યું  

સુંદરકાંડ કરાવતા આ અનોખા મંડળમાં હાર્મોનિયમ અને વોકલિસ્ટ તરીકે સેવા આપતા મનીષ ઠાકર મલ્ટિ નેશનલ કંપનીમાં  એક્સ્પર્ટ તરીકે જોબ કરે છે.આ મંડળ મંગળવારે અને શનિવારે અચૂક સુંદરકાંડ કરે છે. પ્રોફેશનલ લાઇફ સાથે સુંદરકાંડ અચૂક કરવું ક્યારેક અઘરું બની જાય છે. પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે મંડળના સભ્યો સુંદરકાંડને પહેલી પ્રાથમિકતા આપે છે. આ વિશે વાત કરતા મનીષ ઠાકરે કહ્યું કે એકવાર સુંદરકાંડના દિવસે જ મને મારા ફિલ્ડને શ્રોષ્ઠ કહેવાતો નેશનલ એવોર્ડ મળવાનો હતો. એવોર્ડ ફંક્શન ગુજરાતની બહાર યોજાવાનું હતુ અને સુંદરકાંડના દિવસે જ હતું. આથી મેં એવોર્ડ લેવા જવાને બદલે સુંદરકાંડને પહેલી પ્રાથમિકતા આપી. અમારા મંડળમાં ઘણા એવા પ્રોફેશનાલિસ્ટ છે જેઓએ સુંદરકાંડ અવિરત ચાલ્યા કરે તે માટે વિદેશ જવાની કંપની ટ્રિપ પણ કેન્સર કરી છે.સુંદરકાંડમાં સંગીતના સૂર રેલાવવા અમે સૌપ્રથમ વિવિધ મ્યુઝિકલ ઇન્સ્ટુમેન્ટ શીખ્યા શ્રી કષ્ટભંજન દેવ સુંદરકાંડ સત્સંગ મંડળમાં હાર્મોનિયમ અને વોકલિસ્ટ તરીકે સેવા આપતા અને મૂળ ફિલ્ડમાં કામ કરતા મનીષ ઠાકરે કહ્યું કે, ‘૨૦ વર્ષ પહેલાં અમે ચાર મિત્રોએ પોતાની આજુબાજુમાં રહેલી નેગેટિવિટીને દૂર કરવા માટે મિત્રોના ઘરે જ સુંદરકાંડ કરવાનું શરૂ કયંર્ુ હતું.

શરૂઆતમાં અમે સાત વર્ષ સુધી સી.ડી. વગાડીને સુંદરકાંડ કરાવતા હતાં. પરંતુ સુંદરકાંડનો જીવંત આસ્વાદ શ્રાોતાઓ કરી શકે તે માટે અમે જાતે જ વિવિધ ઇન્સ્ટુમેન્ટ શીખીને સુંદરકાંડ કરવાનું શરૂ કર્યું. ૨૦ વર્ષ પહેલાં અમારા મંડળમાં માત્ર ૪ સભ્યો હતાં.જે આજે ૨૦ સુધી પહોંચ્યા છે. મંડળના તમામ સભ્યો પોતપોતાના પ્રોફેશનમાં મલ્ટિ નેશનલ કંપનીઓમાં સારી એવી પોસ્ટ પર કામ કરે છે. સવારે જોબ હોવાથી અમે મોટાભાગે રાત્રે ૮ વાગ્યે સુંદરકાંડ કરાવીએ છીએ. જેથી મંડળના સભ્યો પોતાની પ્રોફેશનલ લાઇફ પણ બેલેન્સ કરી શકે. મંડળમાં ઘણા એવા સભ્યો છે જેમને સંગીત કે વોકલનું જ્ઞાન નહોતું પરંતુ તેઓ સુંદરકાંડ સાથે અંતરમનથી જોડાયેલા હોવાથી તેઓ વિવિધ મ્યુઝિક ઇન્સ્ટુમેન્ટ શીખ્યા અને આજે તેઓ વિવિધ સંગીત વાદ્ય વગાડવામાં પારંગત થઈ ગયા છે

Follow Me:

Related Posts