અમદાવાદના ઇકા એરેના ખાતે ગુજરાત સુપર લીગનો પ્રારંભ કરાયો
રાજ્યસભાના સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રમુખ પરિમલ નથવાણી માર્ગદર્શનમાં ગુજરાત સુપર લીગ ગુજરાતની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગ તરીકે ઇતિહાસ સર્જશે.ત્યારે ય્જીન્ની ટ્રોફીનું પરિમલ નથવાણીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.જેમાં ય્જીન્માં ભાગ લેનાર ટીમના માલિક, કોચ સહિતના સમર્થકો હાજર રહ્યા હતા.ગુજરાતમાં ફૂટબોલની રમતને વધુ મજબૂત કરવા માટે ય્જીહ્લછ દ્વારા આ પહેલ કરવામાં આવી છે. ગુજરાતના ઉદ્યોગપતિઓ દ્વારા અલગ અલગ ૬ ટીમો બનાવવામાં આવી છે, જેમાં અમદાવાદ એવેન્જર્સ, ગાંધીનગર જાયન્ટસ, કર્ણાવતી નાઈટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, સુરત સ્ટ્રાઈકર્સ અને વડોદરા વોરિયર ટીમ મેદાનમાં ઉતરશે.આ ટૂર્નામેન્ટના મુખ્ય સહયોગી સ્પોન્સર ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા છે.આ લીગમાં ૧૦ રાજ્યોના ફૂટબોલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.આ ય્જીન્ ટુર્નામેન્ટ ૧મેથી ૧૨મે સુધી યોજાશે અને ૧૨મેના રોજ ફાઇનલ રમાશે.
Recent Comments