ધારાસભ્ય મહેશ કસવાલાનો પોતાના વિધાનસભા વિસ્તારના ગામડાઓમા ચૂંટણી લક્ષી પ્રવાસ યથાવત
અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવારની પ્રચંડ જીત માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક નાના મોટા કાર્યક્રમો થઇ રહયા છે ત્યારે સાવરકુંડલા તાલુકાના જુદા જુદા ગામોમા પ્રદેશ ભાજપ મંત્રી અને સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશ કસવાલા દ્વારા કેન્દ્રની મોદી સરકાર અને રાજયની ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાની જાણકારી આપી તેમજ આગામી ૨૦૪૭માં ભારત દેશ વિકસીત બને તેના મુદ્દાઓ વિશે સમજણ આપી ભાજપ તરફી મતદાન કરવા મિટીંગો કરતા
શ્રી કસવાલા. સાવરકુંડલા તાલુકાના કેરાળા, ઘાર, મોલડી, અમૃતવેલ, ખડકાળા, બોરાળા, નાનાભમોદ્રા, સિમરણ, કરજાળા ગામોમાં ગામના આગેવાનો, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ અને ગ્રામ જનો સાથે ચૂંટણી લક્ષી મિટીંગો કરી કેન્દ્રની મોદી સરકાર અને રાજયની ભુપેન્દ્ર પટેલની સરકારની કરેલા વિકાસના મુદ્દાઓ વિશે ચર્ચા કરી લોકસભા ચુંટણીમાં ભાજપ પ્રત્યાશી શ્રી ભરત સુતરીયાને જીતાડવા અપીલ ધારાસભ્યશ્રી કસવાલાએ કરેલ હતી આ મિટીંગોમાં માર્કેટયાર્ડના ચેરમેનશ્રી દિપકભાઇ માલાણી, તાલુકા ભાજપના પ્રમુખશ્રી જીવનભાઇ વેકરીયા, તાલુકા પંચાયતના સદસ્યશ્રી રસીકભાઇ ચાંદગઢીયા, ભાજપ અગ્રણીશ્રી મનુભાઇ ડાવરા, લલીતભાઇ બાળઘા, સરપંચશ્રીઓ સહીતના આગેવાનો આ મિટીંગોમાં જોડાયા હતા
Recent Comments