સાવરકુંડલા વેપારી સંગઠનનો દ્વારા મહત્વનો નિર્ણય. પહેલા મતદાન અને પછી દુકાન ખોલવાનો નિર્ણય લેવાયો
વાહ વેપારી મંડળનો નિર્ણય સાવરકુંડલાના વેપારીઓ મતદાન કરી ખરીદી કરવા આવનારને વળતર આપવાનો મહત્વનો નિર્ણય સાવરકુંડલાના પ્રાંત અધિકારી ભલાળા મેડમની અધ્યક્ષતામાં વેપારીઓની બેઠક યોજાઈ. આવનાર લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે તા.૭ મે ૨૦૨૪ ના રોજ મતદાન થશે જિલ્લામાં વધુમાં વઘુ મતદાન થાય અને નાગરીકોમાં મતદાન માટે જાગૃતિ આવે તે માટે સાવરકુંડલા માં પ્રાંત અધિકારી ભલાળા મેડમના અધ્યક્ષ સ્થાને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત બેઠક બોલાવવામાં આવી હતી જેમા સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસર બોરડ સાહેબ,નાયબ મામલતદાર રજનીભાઇ મહેતા,જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી અને સાવરકુંડલા વેપારી મહામંડળના કાર્યકારી પ્રમુખ રાજુભાઇ શીંગાળા,નગરપાલિકાના ગોસાઈબાપુ,તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના ડો.મકવાણા સાહેબ,અને ડૉ,અંકિત સંઘવી સાહેબ,અને વેપારી આગેવાનોમાં જિલ પટેલ,કમલેશભાઈ જયાણી, વિમલભાઈ ખખર, વિપુલભાઈ ગોહિલ અજંટાવાળા, હરેશભાઇ પકવાન રેશટોરેન્ટ, મુનાભાઈ ગાયત્રી પાંવભાજી વાળા સહિત વેપારીઓ દ્વારા જુદાજુદા ડિસ્કાઉન્ટ આપવામાં આવેલ છે જેમાં ઇન્ડિયન મેડીકલ એસોસિએશન દ્વારા દર્દી માટે ૨ થી ૭ ટકા સુધી,અજંટાવાળા દ્વારા નિયતભાવ થી પાંચ ટકા સુધી,ગાયત્રી ભોજનાલય વાળા અને પકવાન રેશટોરેન્ટ દ્વારા ડીસ ઉપર ૧૦ રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ અને (૧)દર્શન એન્ટરપ્રાઇઝ ભુવા રોડ,(૨)એકતા સેલ્સ એજન્સી,(૩)દર્શીતા સેલ્સ એજન્સી,/વિમલ સેલ્સ એજન્સી(૪)ભુરખિયા સેલ્સ એજન્સી,(૫) ગોકુળ સેલ્સ એજન્સી દ્વારા નિયત ભાવ થી ૫ થી ૧૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ એમ અલગ અલગ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે
Recent Comments